ભરૂચ શહેરની એ.પી.એમ.સી. શાક માર્કેટમાં આમિર જવેલર્સવાળાએ ચાહવાળાનાં ધરેણાં અને રોકડા રૂપિયા લઈ બંગાળ ભાગી જતાં ત્યાં રૂપિયા લેવા જતાં ચાહવાળાને ધાક ધમકી આપી પરત મોકલી આપતા અંતે ચાહવાળાએ બી.ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરી છે. ભરૂચ શહેરમાં બંગાળી સોનીએ છેતરપિંડી કરી હોવાની જણાવ્યા જોગ ફરિયાદ બી.ડીવીઝન પોલીસ મથકમાં દાખલ થઈ છે. જેમાં શહેરનાં ધોળી તળાવમાં રહેતા ઉસ્માનભાઈ સિતપોણવાળા કે જેઓ ભરૂચ એ.પી.એમ.સી. સામે ચાહ નાસ્તાનો ધંધો કરે છે તેમની સામે APMC શોપિંગમાં આમિર જવેલર્સ નામની દુકાન જાકીર આલીમ મુલ્લા કે જે મૂળ કાલિસનદા હુગલી પશ્ચિમ બંગાળનો રહીશ છે અને હાલ ઝાકીર પાર્કમાં રહે છે તેની સાથે ઉસ્માનભાઈની મિત્રતા બંધાતા બંને વચ્ચે રૂપિયાની લેણીદેણી થતી હતી જેમાં ઉસ્માનભાઈ પાસે જુનું સોનું હોવાથી અને રોકડા રૂપિયા જાકીર મુલ્લાને આપ્યા હતા. એટલે કે રૂ.2,06,725 આપ્યા હતા અને નવા ધરેણાં બનાવી આપવાની વાત કરી હતી પરંતુ તા.11/10/2019 નાં રોજ બંગાળી સોની જાકીર ભાગી છૂટયો હતો. તે બંગાળ જતો રહેતા તેને ફોન કરી અમે બંગાળ જતાં ત્યાં પણ તેણે ધાક ધમકી આપી ખોટી ફરિયાદમાં ફસાવી દેવાનું કહેતા ચાહવાળા ઉસ્માનભાઈને પોતે છેતરાયા હોવાનું લાગતાં તેમણે આજે ભરૂચ બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.
ભરૂચ શહેરમાં બંગાળી સોનીએ ધરેણાં બનાવવાનાં નામે બે લાખનો મુદ્દામાલ લઈ રફુચકકર.
Advertisement