Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચની ખારી શિંગ આમ તો જગ વિખ્યાત છે જોકે ગોલ્ડન બ્રિજને અડીને આવેલ કેટલાક ફૂડ સ્ટોલ સૂકી ભેલ માટે પણ જાણીતા બન્યા છે.

Share

આજરોજ અંકલેશ્વર ખાતે વિચાર સંવાદ કાર્યક્રમ અર્થે આવેલા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કાર્યક્રમ પતાવી અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ત્યારે ગોલ્ડન બ્રિજ પાસે સૂકી ભેલ અને લીલી પોકની વાનગીનો સ્વાદ માણ્યો હતો.

સામાન્ય નાગરીકની જેમ તેમણે પોંકનો ભાવ પણ પૂછ્યો હતો અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, સંદીપ માંગરોલા જેવા જિલ્લાના આગેવાનો સાથે સૂકી ભેલ અને પોંકનો સ્વાદ પણ માણ્યો હતો. આ ઔપચારિક મુલાકાત દરમિયાન તેઓએ સ્ટોર ધારકો અને અન્ય નાગરિકો સાથે વાતચીત પણ કરી હતી અને સ્વભાવિક તેમને કનગડતા પ્રશ્નો અંગે ચર્ચા પણ કરી હતી. દેશના સૌથી સમૃદ્ધ ગુજરાત રાજ્યની વિધાનસભાના વિપક્ષી પ્રમુખ તરીકેનો મોટો હોદ્દો સંભાળતા પરેશ ધાનાણીના હાવભાવ તેમના મૃદુ અને જમીની હકીકતને સ્પર્શતા વ્યક્તિ તરીકે આજે જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા: પંચમહાલ જીલ્લા કોંગ્રેસ અને શિવસેનાએ પ્રેટ્રોલડીઝલના ભાવઘટાડાની કરી આકરી ટીકા

ProudOfGujarat

વાગરાના ચાંચવેલ આંબુવાડી ગ્રાઉન્ડ નજીક નહેરમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ

ProudOfGujarat

વડોદરામાં કાર ચાલકે દિવ્યાંગના મોપેડને ટક્કર મારતા એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!