Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વડદલા ગામ ખાતે બાળક સાથે હીન કૃત્ય કરી હત્યા કરનાર નરાધમને દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.

Share

ભરૂચ જિલ્લામાં વાગરા ખાતે આવેલ દહેજ જીઆઇડીસી ની પાસેના ગામમાં અનેકો પરપ્રાંતીય લોકો કામ ધંધા અને મજૂરી માટે આવે છે. આવા જ કામ ધંધા અને મજૂરી માટે આવેલ વડદલા ગામે રહેતા એક સેમી કોન્ટ્રાક્ટર પુત્ર ગુમ થયો હતો તેના ગુમ થયા બાદ તપાસ કરતા તેને મિથુન રામપ્રસાદ ઢીમર સાથે જ જોવાનું લોકોએ જણાવતા તપાસ કરવામાં આવી હતી. જેમાં નજીકની એક બિલ્ડીંગમાંથી ગુમ થયેલા બાળકની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો લઇ બાળકને મેડિકલ તપાસ કરાવતા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય થયું હતું અને ગળું દબાવીને તેની હત્યા કરી નાખવાનું મેડિકલ તપાસમાં બહાર આવતા પોલીસે મિથુન ઢીમરની તપાસ શરૂ કરી હતી. અંતે પોલીસે તેને ગામમાંથી ઝડપી લીધો હતો અને તેની સામે હત્યા અપહરણ અને સૃષ્ટી વિરુદ્ધનું કાર્ય અંગેની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ગોરા ગામ ખાતે ૧૫ કરોડના ખર્ચે નર્મદા ઘાટ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે.

ProudOfGujarat

વિસાવદર માં મહાશિવરાત્રી નિમિતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ની ભવ્ય નગરયાત્રા નીકળી હતી.

ProudOfGujarat

ઓલપાડ તાલુકામાં ગેરકાયદેસર જિંગા તળાવોનું ભૂત ફરી ધૂણ્યું 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!