એલઆરડી મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા બાદ કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અહમદભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, સરકાર વર્ગ વિગ્રહ કરવાનું ષડ્યંત્ર રચી રહી છે. તેમની પાસે બીજી કોઈ અપેક્ષા રાખવી બેકાર છે. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. એલઆરડી અંગે સ્વયભું આંદોલન કરવામાં આવી રહ્યા છે. તેમ છતા કોઈપણ પ્રકારનું નિવારણ લાવવામાં આવ્યુ નથી .
અહમદભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે,અનામતના મુદ્દે સરકારની નિયત બરાબર લગતી નથી , સરકાર આરએસએસ ના વડા જે ફરમાન કરે તે મુજબ ના નિર્ણયો પ્રજા ઉપર ઠોકી રહી છે. અનામત ઉપરાંત રેલવે , ટેલિકોમ સહીત ના વિભાગોનું ખનગીકરણ કરી રહી છે તે જોતા આ સરકાર દેશમાંથી અનામત પ્રથા નાબૂદ કરવાની દિશામાં કામ કરી રહી છે. રાજ્યમાં ભરતી પ્રક્રિયા ના નામે નાટક ચાલે છે. ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને હવે મેરીટના નામે નવું કૌભાંડ ચાલી રહ્યું છે.આજરોજ ભરૂચ ખાતે મુન્શી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સઁચાલીત મુન્શી મનુબરવાળા હાઈસ્કૂલનાં કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ અહમદભાઈ પટેલે CAA અને NRC ના મુદ્દે પુછાયેલા એક પ્રશ્નમાં પત્રકારોને જણવ્યું હતું કે આ કાયદા અંગે રાજ્યની જે જે વિધાનસભામાં ઠરાવ પસાર કરી લાગુ ન કરવાની દરખાસ્ત કરી છે જેને ગંભીરતાથી સરકારે લેવી જોઈએ અને તે મુદ્દે પૂર્વ વિચારણા કરવી જોઈએ.તેઓએ જણાવ્યું હતું કે દેશભરમાં ના CAA અને NRC મુદ્દે જે જન આંદોલન થઈ રહ્યા છે તે સ્વાભાવિક લોકોની ચિંતા પ્રદર્શિત કરે છે આ કોઈ ધર્મ કે જતી નો પ્રશ્ન નથી બલ્કે ગરીબ પ્રજા જન્મ કે અન્ય ઓળખ ના દસ્તાવેજો ક્યાંથી લાવશે?
એલ આર ડી મુદ્દે નીતિન પટેલ ના નિવેદન સામે રાષ્ટ્રીય નેતા એહમદ પટેલ નો વળતો જવાબ
Advertisement