Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકા ના પરીએજ ગામ નજીક ટેમ્પોમાં ક્રૂરતા પૂર્વક બે ગાયો ને લઈ જતા શખ્સને ભરૂચ બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા.

Share

ભરૂચ તાલુકા ના પરીએજ ગામ નજીક ટેમ્પોમાં ક્રૂરતા પૂર્વક બે ગાયો ને લઈ જતા શખ્સને ભરૂચ બી ડીવીઝન પોલીસે ઝડપી તેના વિરુદ્ધ પશુ ઘાતકીપણા એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી તેની પાસેથી રૂ.200,000 ઉપરાંતનો મુદામાલ કબ્જે કર્યો હતો. ભરૂચ ના બી ડીવીઝન પોલીસના પીઆઇ જી.આર.શર્મા ને મળેલી બાતમીના આધારે પરીએજ થી એક ટેમ્પામાં બે ગાયો ને ભરી કતલખાને લઈ જવામાં આવનાર હોય તેને અધ્વચ્ચે રોકી બે ગૌવંશને છોડાવી હતી. તેમજ ટેમ્પો ચાલાક ઇમરાન ઈબ્રાહીમ જોખમા તેમજ મુબારક ઈબ્રાહીમ પટેલ નામના બે શખ્શોની ટેમ્પા સહીત અટકાયત કરી તેમની વિરુદ્ધ પશુ ઘાતકીપણા એક્ટ તેમજ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ નો ગુનો દર્જ કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં તળાવ ડેવલોપમેન્ટ માટે દબાણો દૂર કરવાની પાલિકાની નોટીસથી ખળભળાટ.

ProudOfGujarat

રાજપીપળા : સશસ્ત્ર દળનાં જવાનોનો કેવડીયા ખાતે ગુજરાત પોલીસ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

સુરતના અમરોલીમાં કારખાનામાંથી લેડીઝ ડ્રેસ મટીરીયલ સહિતના 2.43 લાખના મુદ્દામાલની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!