આજરોજ સવારે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં વધુ પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. ભીડ ને ના કારણે કેટલાયે નોકરિયાતો દરવાજે જોખમી રીતે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. સૌથી આશ્ચ્રર્ય તો ત્યારે સામે આવ્યું જયારે રેલવે પોલીસનો એક જવાન ની આંખો સામે આ રીતે જોખમી મુસાફરી કરતા નોકરિયાત સહીત અન્ય મુસાફરો નજરે હોવા છતાં મસ્તમૌલા પોલીસ જવાને લગીરેય અટકાવ્યા નહિ કે ટોક્યા નહિ. કેન્દ્ર સરકાર તેજસ , હમસફર જેવી લક્ઝરી ટ્રેનો તો શરુ કરી કોલર ઊંચા કરે છે પરંતુ આમ મુસાફરો માટેની જનરલ ટ્રેનોમાં એટલી ગર્દી હોય છેકે મુસાફરો ને ટ્રેનના ડબ્બામાં ચઢવાની પણ જગ્યા હોતી નથી.નાછૂટકે મુસાફરોએ ટ્રેન ના ડબ્બાની બહાર લટકતા જોખમી મુસાફરી કરવી પડે છે. ઉલ્લેખનીય છેકે આ રીતે જોખમી મુસાફરી કરતા હજુ બે દિવસ અગાઉ બે મુસાફર યુવકોના ચાલુ ટ્રેનમાંથી પડી જવાના કારણે મોટ નિપજ્યા હતા. આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસની આંખો સામે જ ચાલુ ટ્રેનમાં જોખમી રીતે મુસાફરી કરતા મુસાફરોનો વીડિયો સામે આવ્યો છે.તે જોતા બેફિકર મુસાફરો તેમજ ફરજ પરત્વે લાપરવાહ પોલીસ કર્મી નજરે ચઢે છે તે ખેદજનક બાબત પ્રકાશિત કરે છે. સ્થાનિક રેલવે સત્તાધીશો મુસાફરો સલામત રીતે મુસાફરી કરે તે પરત્વે ધ્યાન કેન્દ્રિત કરશે ખરા ???
ભરૂચ રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસની આંખો સામે જ ચાલુ ટ્રેનમાં જોખમી રીતે મુસાફરી કરતા મુસાફરોનો વીડિયો સામે આવ્યો છે.
Advertisement