Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઝાડેશ્વર સ્થિત સાંઇ મંદિર પાસે હાટ બજાર ચાલુ કરાવવા નાના વેપારીઓના પ્રતિનિધિઓએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું.

Share

ભરૂચના ઝાડેશ્વર સ્થિત સાંઇ મંદિર પાસે હાટ બજાર ચાલુ કરાવવા તેમજ તેમાં કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત તેનાત કરવાની દરખાસ્ત કરતું એક આવેદનપત્ર જિલ્લા પોલીસ વડાને નાના વેપારીઓના પ્રતિનિધિઓએ પાઠવ્યું છે. ઝાડેશ્વરના સાંઈ મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી ગુરૂવારના રોજ હાટ બજાર ભરાતું આવ્યું છે. આ હાટ બજારમાં જિલ્લાભરમાંથી નાના મોટા વેપારીઓ જીવન જરૂરીયાતી ચીજવસ્તુઓનું વેચાણ કરતા આવ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવતા આવ્યા છે.આ હાટ બજારનો લાભ ઝાડેશ્વર વિસ્તારની 500 થી વધુ સોસાયટીના રહીશોને મળી રહ્યો છે. આ હાટ બજારના નાના વેપારીઓના એક પ્રતિનિધિમંડળે જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવી થોડા સમય અગાઉ સ્થાનિક ભાજપના જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય શૈલાબેન પટેલે પોલીસની મદદ મેળવી છેલ્લા એક મહિનાથી આ હાટ બજાર બંધ કરાવ્યું હતું. જેને કારણે અનેક નાના વેપારીઓની ધંધા રોજીનું સાધન છીનવાઈ ગયું હોવાનું જણાવ્યું છે. જોકે આવેદનપત્રમાં અરજદારોએ એવા ગંભીર આક્ષેપો કર્યા છે કે હાટ બજારનો વિરોધ કરનારા જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય શૈલાબેન પટેલે અમોને પણ એમ પણ જણાવ્યું હતું કે હાટ બજારમાં કોઈ પણ મુસ્લિમ વેપારીને ધંધો કરવા નહીં દઉં. જોકે તેઓ હિન્દુ વેપારીઓને હાટ બજારમાં ધંધો કરે તે સામે કોઈ વાંધો ન હોવાનું પણ જણાવ્યું હતું. આવેદનકારોએ જિલ્લા પોલીસ વડાને પાઠવેલા આવેદનપત્રમાં એવી અરજ કરી છે કે હાટ બજારમાં ધંધા-રોજગાર કરવાનો હક તમામ ધર્મના લોકોને હોય ભાજપના મહિલા સદસ્યના ખોટા દુરાગ્રહને કારણે ૫૦૦ થી વધુ વેપારીઓની રોજીરોટી છીનવાઇ ગઇ હોય તો આ બજાર પુનઃ શરૂ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમ કાયમી પોલીસ બંદોબસ્ત તેનાત થાય.

Advertisement

Share

Related posts

ભરૂચ : ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વકીલની કારનાં બોનેટમાં બિલાડી ફસાતા સુરક્ષિત કરાઇ મુક્ત.

ProudOfGujarat

રાજપીપળા : નિર્ભયા સ્કવોર્ડની બહેનોએ ગામે-ગામે જઈ જરૂરતમંદ લોકોને ફળ અને અનાજની કીટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!