Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મહંમદપુરાના તીન દરગાહ ખાતે સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા CAA-NRC અંગે વિરોધ કરતો કાર્યક્રમ યોજાયો.

Share

સમગ્ર ભારત દેશમાં CAA-NRC નો વિરોધ વિવિધ પ્રકારોમાં કર્યો છે. બીજી તરફ સત્તામાં રહેલી ભાજપ સરકાર દ્વારા CAA સમર્થન રેલી તેમજ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજી લોકોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચના મહંમદપુરા ખાતે શુક્રવારની નમાજ બાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા CAA-NRC ના વિરોધમાં ધરણાં પ્રદર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અમલમાં આવતાની સાથે દિલ્હીથી લઈને હૈદરાબાદ સુધી લોકો દ્વારા સરકાર સામે બાયો ચડાવી છે. આ કાયદા અંતર્ગત ભારત દેશના પડોશી ત્રણ દેશના ૬ સમુદાયના લોકોને ભારત દેશમાં નાગરિકતા આપવામાં આવશે પરંતુ મુસ્લિમ સમુદાયના મતે તેમને આ બીલમાંથી બહાર રાખવામાં આવતા તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે. સરકાર આ બિલ અંતર્ગત અન્ય ૬ સમુદાયને નાગરીકતા આપી રહી છે. તેમની સાથે કોઈ વાંધો નથી પરંતુ ભારત એક બિનસાંપ્રદાયિક દેશ હોવા છતાં ધર્મના આધારે નાગરિકતા અપાતી હોવાનો વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકોના મતે દેશના સંવિધાન બચાવવા માટે તેઓએ પણ વિરોધ પ્રદર્શનને ટેકો જાહેર કર્યો છે અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. દિલ્હીથી શરૂ થયેલ CAA-NRC આ અંગેનો વિરોધ હવે સમગ્ર ભારત દેશમાં પગ કરી ચૂક્યો છે. જોકે આસામ સહિતના રાજ્યોમાં અન્ય મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે આ સમગ્ર વિરોધના પડઘા ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી રહ્યા છે. ભરૂચમાં પણ આજરોજ મહંમદપુરાના તીન દરગાહ ખાતે સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા CAA-NRC-NPR અંગેના વિરોધ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાઇ હતી. શુક્રવારની નમાજ બાદ શરૂ થયેલ વિરોધ પ્રદર્શનમાં મોડી સાંજ સુધી મહિલાઓની હાજરી નોંધાઇ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસ ઉપરાંતથી સમગ્ર ભારત દેશમાં CAA-NRC આ અંગે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બીજી તરફ ભાજપ સરકાર દ્વારા પણ સમર્થન અને જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હવે સત્તામાં રહેલ ભાજપ સરકાર લોકોને CAA-NRC ની ક્રોનોલોજી સમજાવવામાં સફળ રહે છે કે કેમ? કે પછી લોકોની વિરોધલોજી સમજશે તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

ऋतिक रोशन ने गुड़गांव में अपनी प्रेरणादायक एचआरएक्स वीडियो का किया प्रचार!

ProudOfGujarat

ભરૂચમાં કોરોના મહામારીમાં વધુ એક તબીબને ચેપ.

ProudOfGujarat

ખેડા : મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામા આયોજનમંડળની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!