Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં નિકોરા ગામે એક જ રાત્રે ત્રણ મોટરસાયકલની ઉઠાંતરી નબીપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ.

Share

ઘરના આંગણે પાર્ક કરેલી મોટરસાયકલ જીજે ૧૬ સી-એલ-૬૩૫૪ કાળા કલરની કિંમત રૂપિયા ૨૦ હજારની કોઈ અજાણ્યા ચોર ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નિકોરા ગામના જેન્તી કુમાર અંબાલાલ પટેલે નબીપુર પોલીસ મથકમાં નોંધાવી હતી.તારીખ ૧૫ મીના રોજ તેઓ જીઆઇડીસી અંકલેશ્વર ખાતે CRPL કંપનીમાં મેન્ટેનન્સ સુપરવાઇઝરની નોકરી કરી મોટરસાયકલ પર પરત ઘરે આવ્યા હતા. તેઓએ હોન્ડા સી બી સાઇન મોટર સાયકલ એ જ રાત્રે બાર વાગ્યાના સુમારે આવી ઘરના આંગણામાં પાર્ક કરી હતી.તેઓ ૧૬મી નાં રોજ સવારે આઠ વાગ્યાના સુમારે બહાર નીકળતા મોટરસાયકલ પાર્ક કરેલી હતી નહીં. તપાસ કરતા કોઈ ઠેકાણે મળી નહી આવતા નબીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અન્ય નિકોરા ગામે અફજલખાન ફજલ રેહમાન પઠાણના ઘરના આંગણામાં સાકાળથી બંને ગાડીનાં વ્હિલને બાંધી પાર્ક કરેલી હતી. મોટરસાયકલ નંબર જીજે વન યુ.એન ૨૩૬૪ કાળા તથા લાલ રંગની કિંમત રૂપિયા ૭૦ હજાર તથા અમીરખાન ફઝલ રહેમાન પઠાણનાઓની મોટરસાયકલ જીજે ૧૬ બી એલ ૭૫૦૫ સફેદ કલરની કિંમત રૂપિયા ૨૦ હજાર મળી બંને મોટર સાયકલ રૂપિયા ૯૦ હજારની કિંમતની ચોરી કરી લઇ ગયા અંગેની ફરિયાદ પણ નબીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે .આમ એક જ રાત્રે નિકોરા ગામેથી ત્રણ મોટર સાયકલોની ચોરી થતાં ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. નબીપુર પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ઝઘડીયા ખાતે સરસ્વતી વિદ્યામંદિર શાળામાં વાલી સંમેલન યોજાયું.

ProudOfGujarat

શિકારી ખુદ શિકાર હો ગયા : વલસાડ તાલુકામાં મરઘાનો શિકાર કરવા જતા દિપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં પ્રતાપનગરમાં આવતીકાલથી એક સપ્તાહ સુધી હાફ લોકડાઉન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!