Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજમાં આવેલી ઈજેક લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજ થતાં એક કામદારનું મોત થયું.

Share

ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં આવેલી ઈજેક લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજને ધટનામાં એક કામદારનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. દહેજ જીઆઇડીસીની ઇજેક લિમિટેડ કંપનીમાં આજરોજ સવારે ઉત્પાદન પ્રક્રિયામાં દરમિયાન પ્રેસર વેસલ પ્લાન્ટમાં ગેસ લીકેજની ધટના બની હતી. આ સમયે ભરૂચના શેરપુરા ગામનો રહીશ તોફિક ઐયુબ ખીલજીને ગેસની ઝેરી અસર લાગતાં તે બેશુદ્ધ બન્યો હતો. જોકે કંપનીના સત્તાધીશો તેને તાત્કાલિક અસરથી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

દહેજ પંથક માંથી એલ.સી.બી ભરૂચે વિદેશી દારૂનો જથ્થો ઝડ્પ્યો…

ProudOfGujarat

મોંઘવારી સામે જંગ… સોમવારે કોંગ્રેસ પ્રેરિત ભારત બંધનું એલાન

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી,  નાની નરોલી ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!