Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં અયોધ્યા નગરનાં સંતોષી માતાનાં મંદિરની દાન પેટી તસ્કરો ઉઠાવી ગયા હોવાની ધટનાથી ભકતોમાં રોષ જોવા મળ્યો હતો.

Share

શિયાળાની ઠંડીમાં તસ્કરો ઘરોમાં ચોરી કરતાં હોવાની ફરિયાદ સામાન્ય હોય શકે પરંતુ તસ્કરો હવે ભગવાનનાં મંદિરોમાં પણ દાનપેટીઓની ચોરી કરતાં થયા છે. થોડા દિવસ અગાઉ જયોતિ નગર નજીકનાં મંદિરમાં ચોરી કરવા ધુસેલા ચોરને લોકોએ ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો અને હવે તસ્કરોએ શક્તિનાથ અયોધ્યા નગરમાં આવેલ સંતોષી માતાનાં મંદિરમાં ચોરી કરી છે. મંદિરનાં પાછળનાં ભાગે આવેલ ગ્રીલનુ તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી તસ્કરોએ દાનપેટીને ઉઠાવી લઈ ગયા હતા.

જોકે આ મામલે મંદિરનાં કામ અર્થે 10 દિવસ પહેલા જ મંદિરની પેટી ખાલી કરી હતી. જોકે સંચાલકોનું માનવું છે કે દાનપેટીમાં 10 થી 15 હજાર રાખ્યા હશે તેની ચોરી થઈ હોવાની શંકા સાથે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ૨૯ મી જુલાઈએ કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે.

ProudOfGujarat

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી પહેલો વરસાદ આ તારીખે પડશે, હવામાન વિભાગની આગાહી.

ProudOfGujarat

ઈન્દોરથી છતરપુર જઈ રહેલી બસ પલટી જતાં 4 ના મોત, 35 ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!