ભરૂચ સિવિલ હોસ્પિટલને નગર પાલિકા દ્વારા ગટરો ઉભરાવવાના કારણે થયેલ હોસ્પિટલ કંપાઉન્ડ અને જાહેર માર્ગ ઉપર પાણી ભરાવા મામલે નોટિસ ફટકારી રૂપિયા 5000 નો દંડ ફટકારી કાયદાકીય પગલા ભરવાની ચીમકી ઉચ્ચારતા હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચ્યો હતો. જે સિવિલ હોસ્પિટલમાં સાજા થવા માટે આવતા હોય છે તે સિવિલ હોસ્પિટલનું વહીવટ જાણે નાતંદુરસ્ત હોય તેમ છેલ્લા ૩ દિવસથી હોસ્પિટલના ડાયાલિસીસ વિભાગનું ગટરનું પાણી ઉભરાઈ રહ્યું હતું,જેના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સામાન્ય જનતાને પાણી વચ્ચેથી પસાર થવાનો વારો આવ્યો હતો સાથે જ ઉભરાયેલ પાણી જાહેર માર્ગ સુધી પહોંચતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. મામલો નગર પાલિકા સુધી પહોંચતા આખરે દંડનીય કાર્યવાહી હોસ્પિટલ સામે થતા મામલો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. તો બીજી તરફ હોસ્પિટલ સત્તાધીશોએ એકશનમાં આવી સફાઈ શરૂ કરાવી હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલની ગટરો ઉભરાવવાના કારણે નગર પાલિકા દ્વારા નોટિસ ફટકારી રૂપિયા 5000 નો દંડ કરવામાં આવ્યો.
Advertisement