::-ભરૂચ શહેર ના વોર્ડ નંબર ૧૦ માં આવેલ ઘાસમંડાઈ ઘાંચીવાડ વિસ્તારમાં આવેલ એક શોપિંગ માં મોબાઈલ ટાવર ઉભો કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા શોપિંગ ની આસપાસ રહેતા પરિવારોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું…..
સ્થાનિક રહીશોએ આપેલા આવેદન પત્ર માં જણાવ્યા મુજબ મોબાઈલ ટાવર જ્યાં ઉભી થવા જઇ રહ્યું છે.તેની આસપાસ નાના-નાના બાળકો.વૃધ્ધો તથા કેટલીક ગર્ભવતી સ્ત્રીઓ ને ખુબજ હાની પહોંચવાનો ભય રહેલો છે..અને સરકાર ના નિયમ મુજબ કોઈ પણ રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવાની પરવાનગી આપવામાં આવતી નથી જેથી આ ટાવર નાખવામાં આવશે તો તેના રેડિએશન થી બીમારી થવાનું જોખમ હોય જે અંગે સ્થાનિક રહીશોએ શોપિંગ માં જે ઇશમ ટાવર ઉભો કરવા જઇ રહ્યા છે તેઓને રજુઆત કરતા સ્થાનિકો ધાક ધમકીઓ આપી હું મારી જગ્યા માં કશું પણ કરી શકું.અને અટકાવવા નો પ્રયત્નો કરશોતો હાથ પગ તોડી નાખીશ.મારી ઉપર સુધી પહોંચ છે .મારુ કોઈ કશું બગાડી લેવાના નથી.તેવા શબ્દો બોલી સ્થાનિકો ને ધમકીઓ અપાઈ હોવાના આક્ષેપો પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યા હતા…..
હાલ તો રહેણાંક વિસ્તારમાં આ મોબાઈલ ટાવર ની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકો ભય ના માહોલ માં મુકાયા છે.અને તંત્ર માં રજુઆત કરી તેઓની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવે તેવી માંગ ઉચ્ચારી રહ્યા છે……
ભરૂચ ના ઘાસમંડાઈ ઘાંચીવાડ ના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવા સામે વાંધો ઉઠાવી સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી..
Advertisement