ભરૂચ જિલ્લામાં આજ રોજ ઉતરાયણ પર્વની એક તરફ હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી હતો તો બીજી તરફ જિલ્લામાં અકસ્માતના ચાર અલગ અલગ બનાવો સામે આવ્યા હતા. પ્રથમ ઘટના ભરૂચ શહેરના નારાયણ નગર વિસ્તારમાં બની હતી જેમાં એક ૧૦ વર્ષીય બાળકી ધાબા ઉપર ચઢી રહી હતી દરમિયાન અચાનક નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી ઘટના અંકલેશ્વરના વિજય નગર વિસ્તાર માંથી સામે આવી હતી જેમાં એક બાળક ધાબા ઉપર પતંગ ચગાવી રહ્યો હતો દરમિયાન અચાનક ધાબા પરથી પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ત્રીજી ઘટના ઝઘડિયાના નાના સાંજા ગામ ખાતેની સામે આવી હતી જેમાં એક ૧૯ વર્ષીય યુવાન યુવતી પોતાના મકાન પાસે ડી.જે સ્પીકર સેટ કરવા માટે જઇ રહી હતી તે દરમિયાન તેને કરંટ લાગતા ગંભીર રીતે ઘવાઈ હતી જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉતરાયણ નિમિત્તે રસ્તા વચ્ચે દોરી આવતા એક વ્યક્તિ ઘયાલ થયાની ચોથી ઘટના મકતમપુર રોડ પરથી આવી હતી જ્યાં એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો દરમિયાન અચાનક ગળાના ભાગે પતંગ ની દોરી આવતા તે ઘયાલ થયો હતો જેમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આમ ભરૂચ જિલ્લામાં ઉતરાયણ નું પર્વ કહી ખુશી લિ ગમ જેવા માહોલ વચ્ચે પસાર થતો નજરે પડ્યો હતો જ્યાં કેટલાક પરિવાર માટે જોખમ કારક તો કેટલાક માટે હર્ષોઉલ્લાસ નું પર્વ બની રહ્યું હતું
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બપોર સુધી બન્યા ચાર આકસ્મિક બનાવમાં ચાર ઘાયલ, જાણો ક્યાં ક્યાં બન્યા બનાવો…!!
Advertisement