ગુજરાતભરમાં જેના ભારે પ્રત્યાધાતો પડી રહ્યા છે તે મોડાસાની યુવતીને નરાધમોએ અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ આચરીને કરેલા હિન કૃત્યને પગલે રાજ્યભરનાં લોકોમાં શાસન કરતાં અને ફરિયાદ દાખલ નહીં કરનારા પોલીસ અધિકારીઓ સામે રોષ છે. ત્યાં આજે ભરૂચ શહેર જીલ્લાનાં રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિનાં આગેવાનો દલિત સમાજ લધુમતી સમાજનાં આગેવાનો દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે યુવતી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરનારા બિમલ ભરત ભરવાડ, દર્શન ભરવાડ, સતીષ ભરવાડ, જીગર સહિત જે લોકો આ માટે જવાબદાર છે તે તમામ લોકોને ફાંસીની સજા આપવામાં આવે એટલું જ નહીં પણ આ ફરિયાદ દાખલ નહીં કરનાર એન.કે રબારીને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વધુમાં આક્ષેપો કર્યા હતા કે કેન્દ્ર અને રાજયમાં ભાજપા સરકારનું રાજ આવ્યું છે ત્યારથી દલિત આદિવાસી જાતિનાં લોકો ઉપર હુમલા વધ્યા છે. લધુમતી કોમને નિશાન બનાવવામાં આવી રહી છે તે અંગે પગલાં ભરવામાં આવે અને આ સરકારને રાજધર્મ શિખવાડવામાં આવે તેવી રજુઆત આજે જીલ્લા કલેકટરને કરી હતી અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર પહોંચાડવાની વિનંતી કરી હતી. આ પ્રસંગે છગનભાઇ ગોડી ગજબાર, બહેરભાઈ રાઠોડ, ડૉ.સફી સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા.
ભરૂચમાં મોડાસાની યુવતીનાં ગુનેગારોને ફાંસીની સજાની માંગણી કરતું આવેદનપત્ર રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આપી રજુઆત કરી હતી.
Advertisement