Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં પિરામણથી વાછરડાં લઈને ભરૂચ ભઠીયારવાડ આવતો ટેમ્પો ચાલક ઝડપાયો.

Share

ભરૂચ શહેરનાં ભઠીયારવાડમાં કતલનાં ઇરાદે લાવવામાં આવેલા વાછરડાં ભરેલો ટેમ્પો સાથે ટેમ્પો ચાલકની ભરૂચ શહેર બી-ડીવીઝન પોલીસે અટક કરી હતી. ભરૂચ શહેરમાં વાછરડાં ભરેલો ટેમ્પો ઝડપાયો હતો. જેમાં મળતી વિગતોમાં અંકલેશ્વરનાં પિરામણ બ્રિજ નજીકથી વાછરડાં ભરીને ભરૂચ ભઠીયારવાડમાં લઈને આવેલ ટેમ્પો ચાલક સમીર ડભોઇયા રહેવાસી હુરપાર્ક સોસાયટી ડુંગરી ભરૂચને ભરૂચ બી-ડીવીઝન પોલીસે ફાટાતળાવ નજીકથી ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં જણાવ્યુ હતું કે તે વાછરડાં ભઠીયારવાડમાં રહેતો સોયેબ કુરેશીએ લાવવાના કહ્યા હતા. પોલીસે 14 વાછરડાં અને એક વાછરડી સાથે ટેમ્પોને ઝડપી લઈ સોયેબ કુરેશી તેમજ ટેમ્પો ચાલક અને અન્ય બે લોકો સામે આ સંદર્ભે ગુનો દાખલ કરીને બી-ડીવીઝન પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદની કલામંદિર સંસ્થા ખાતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઉમરપાડામાં ઇ-ગ્રામ વી.સી.ઇ. કર્મચારીઓએ કમિશન પ્રથા બંધ કરી પગાર આપવાની માંગ કરી તાલુકા વિકાસ અધિકારીને સામુહિક રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

સપ્તધારાની ટીમ દ્વારા પપેટ શો કરી વિરમગામમાં પોલીયો અભિયાન અંગે જનજાગૃતિ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!