ભરૂચમાં આજરોજ પતંગના દોરાથી એક બાળકીના ગળામાં ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે પતંગના દોરાથી ગળું કપાવાની આ પહેલી ઘટના માં વિગતો એવી છે કે શહેરના શકિતનાથ વિસ્તારમાં આવેલ મનીષ નંદ કોમ્પ્લેકસમાં રહેતા સુપ્રિયા બેન અને તેમની નાની બાળકી નિત્યા સાથે બપોરના સુમારે સ્કૂટર લઈને માતરીયા તળાવ તરફ કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન એકાએક કપાયેલા પતંગ નો દોરો તેમની પુત્રી નિત્યાના ગળાના ભાગે આવી જતા તેને ગળાના ભાગે કપાયું હતું જેને પગલે તેણે ચીસ પાડતાં માતાને બાળકી સાથે કઈક થયું હોવાનું જણતા સ્કૂટર રોકી દીધું હતું અને બાળકીના ગળામાંથી દોરો કાઢી તરત જ ખાનગી દવાખાનામાં સારવાર અર્થે તેને દાખલ કરી દીધી હતી ગળાના ભાગે ઇજા પામેલી બાળકીને જોઈ પરિવારજનો દુઃખી થયા હતા ત્યારે સહેજ માટે મોટી દુર્ઘટના ઘટતા રહી ગયી હતી જ્યારે લોકોએ પણ હવે સમજી વિચારીને પતંગ ચગાવી જોઈએ અને કોઈક બીજાને ઈજા ના પહોંચે તેનો પ્રયાસ કરવો જ રહ્યો.
ભરૂચના લિંક રોડ ઉપર સ્કુટર લઇને જતી માતા અને પુત્રી ને પતંગ નો દોરો આવી જતા બાળકી ના ગળા માં ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
Advertisement