ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઈનીઝ દોરાઓ તેમજ તુકકલોને કારણે મૂંગા પક્ષીઓના ગળાં કપાવાની તો તુકકલો દ્વારા નાની મોટી આગ લાગવાના બનાવો બનતા આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં પતંગના વેપારીઓ ચાઈનીઝ દોરા અને તુક્કલો વેચી ના શકે. આજરોજ ભરૂચ નગરસેવા સદન દ્વારા વિવિધ પતંગોના વહેપારીઓને સધન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તેમજ ચાઈનીઝ દોરા અને તુક્કલોના જથ્થાને જપ્ત કર્યો હતો તેમજ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ નગર સેવાસદનની આ કામગીરીને પગલે પતંગના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Advertisement