Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસાની યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મના વિરોધ પ્રદર્શનમાં કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Share

આજરોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સાંજે પાંચબત્તી ભરૂચ ખાતે મોડાસાની યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મના વિરોધમાં પ્રદર્શન અને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મોડાસા ખાતે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલે તમામ પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા FIR હજી સુધી ના લેવામાં આવતા સમગ્ર ગુજરાતમાં આ મામલો ગરમાયો છે, કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે અને માનવતા મરી પરવારી હોય એમ લાગી રહ્યું છે વહેલી તકે દીકરીને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે એવી માંગ સાથે આજરોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સાંજે ૬ :૩૦ વાગે પાંચબત્તી ભરૂચ ખાતે વિરોધ પ્રદર્શન અને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, મહિલા કોંગ્રેસના હોદેદારો સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના ડો.હરેન્દ્રસિંહ સિંધાને સહારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સત્કાર સમારોહમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરાઇ

ProudOfGujarat

અંક્લેશ્વરની રોટરી ક્લબની ડ્રોપ આઉટ લેનાર વિધ્યાર્થીઓ માટે પ્રસંશનીય કામગીરી

ProudOfGujarat

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટને આધારે દુબઇ જતો બાંગ્લાદેશી યુવક ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!