Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલ.સી.બી પોલીસે બે વર્ષથી નાસતા-ફરતા બુટલેગરને ઝડપી પાડયો.

Share

ભરૂચ એલ.સી.બી પોલીસે બે વર્ષથી નાસતા-ફરતા બુટલેગરને ઝડપી લઇ જેલના હવાલે કર્યો છે. મળતી વિગતો મુજબ પોલીસે નાસતા ફરતા પ્રોહિબિશનના ગુનાનાં બૂટલેગરો પર સતત વોચ રાખી હતી જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી માહિતી મેળવી પોલીસે ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઇદ્રીશ ઉર્ફે ભુરીયો ભૈયો મન્નુ શેખ રહેવાસી પ્રતીક્ષા રેસીડેન્સી, કાપોદ્રા, સેલવાસ હોવાની માહિતીના આધારે તેની સેલવાસ જઈ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી કુલ રૂપિયા 62340 નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. નોંધનીય છે કે આરોપી ઈદ્રીશ શેખ ઉપર ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, દહેજ, ગણદેવી, વલસાડ, કોસંબા વગેરે જગ્યાએ ગુના નોંધાયેલા છે અને 2017માં તો તેની પાસા હેઠળ ધરપકડ કરી જામનગર જિલ્લાની જેલમાં ધકેલી દેવાયો હતો.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં IIM બ્રિજ નજીક આંગડિયા કર્મીને ‘અકસ્માત કેમ કર્યો છે’ કહી બંટી-બબલી 25 લાખ રોકડ ભરેલી બેગ લૂંટી ગયા

ProudOfGujarat

મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયાના કૃષ્ણપરી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!