ભરૂચ જિલ્લામાં ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય છે છાશવારે ગોલ્ડન બ્રિજ પર કે સરદાર બ્રિજ પર ટ્રાફિક જામ થતો હોય છે. પાછલા મહિનાઓમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યાને પગલે વાહન વ્યવહાર અમુક કલાકો માટે બંધ કરવાની ફરજ પડી હતી કરોડો રૂપિયાનું ટોલટેક્સ ઉઘરાવતી એજન્સીઓ અને જે તે રોડના બનાવવા પાછળ કરોડોનો ખર્ચ કરનાર રોડ બનાવતી કંપનીઓ દ્વારા ટોલ બૂથ ઉભા કરી વાહનચાલકો પાસેથી મન મરજી મુજબનો ટોલ ઉઘરાવી લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે હાઇવેના રસ્તાના ઠેકાણા નથી ઠેકઠેકાણે ગાબડા પડેલા છે જ્યારે તેને થિંગડા મારવામાં આવે છે અને થઈ ગયું કામ તેઓ રિપોર્ટ કરી નાખવામાં આવે છે ત્યારે હવે બીજા ટ્રાફિક જામની સમસ્યા દહેજ જંબુસર બાયપાસ પાસે સર્જાતી હતી અહીંના લોકો દ્વારા વારંવાર ચક્કાજામ કરવામાં આવ્યું હતું વારંવાર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા તેમ છતાં તંત્રનાં પેટનું પાણી હાલતું ના હતું અંતે આંદોલન શરૂ થતા તંત્ર મજબુત બનતા રોડ બનાવવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું હતા અને હાલ આજે જંબુસર દહેજ બાયપાસ રોડ પર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા આજે સવારે રસ્તો બનાવવાની કામગીરી થતાં વાહનોની લાંબી કતારો જામી હતી જેને લઇને નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીગણ અટવાયો હતો. આજરોજ અપડાઉન કરતા લોકો ધંધાર્થીઓ અટવાયા હતા જોકે વર્ષોની માંગણી બાદ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા આ વિસ્તારના લોકોમાં ખુશીની લહેર દોડી ગઇ છે અને રોડનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને ચક્કાજામમાંથી મુક્તિ મળે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આજે રસ્તાના સમારકામ શરૂ કરવામાં આવતા બેથી અઢી કિલોમીટર લાંબી વાહનોની લાંબી લાઇનો થતાં અસંખ્ય લોકો અટવાયા હતા.
Advertisement