આજે દેશભરમાં લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે અને બીજી તરફ લાખો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે ત્યાં સામાજિક સંસ્થાઓ મીડિયા દ્વારા લોકોને બનતી મદદ કરવામાં આવી રહી છે. હાલમાં જ ભરૂચ શહેરમાં મીડિયા દ્વારા ધાબડાનું વિતરણ કર્યા બાદ અંકલેશ્વર શહેર પોલીસે પણ શહેરમાં ગરીબ લોકોને ઠંડીથી રક્ષણ માટે ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાં ભરૂચ જિલ્લામાં કેબલ નેટવર્ક અને સોશિયલ મીડિયા ઉપર પ્રસારિત થતી હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા પણ સામાજિક ફરજના ભાગરૂપે કાર્ય કરવામાં આવ્યા છે. ત્યારે અંકલેશ્વરના પ્રતિન ચોકડી ખાતે ભૂખ્યાને ભોજન તેમજ ધાબળા વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં નાયબ જિલ્લા પોલીસ વડા એમ.પી ભોજાણી, અંકલેશ્વર શહેર પોલીસ મથકના પી.આઇ ઓ.પી સિસોદિયા, તાલુકા પોલીસ મથકના પી.આઇ આર.એન કરમાડીયા, સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.પી ચૌહાણએ ધાબળા વિતરણ અને ભૂખ્યાને ભોજનના કાર્યક્રમમાં જોડાયા હતા તેમના દ્વારા ગરીબોને ભોજન અને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના એમ.ડી અસ્લમભાઇ ખેરાણી, ડાયરેક્ટર વાહીદ મશહદી, બળવંત તળાવીયા, સમદ ખેરાણી વિનોદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : હમ ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા ભૂખ્યાને ભોજન તેમજ ધાબળા વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો.
Advertisement