આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તેલંગાના અને આંધ્રપ્રદેશમાં ત્યાંના ખ્રિસ્તી ધર્મના મુખ્યમંત્રી તેમજ સરકાર દ્વારા સરકારી મશીનરીનો દુરુપયોગ કરી મુસ્લિમ અને ઈસાઈ સમાજના તુષ્ટિકરણ કરી વોટબેન્ક માટે ભેદભાવપૂર્ણ સંવિધાન વિરોધી નીતિઓ લાગુ કરી રહી છે, અલ્પસંખ્યકોને આરક્ષણ આપવાનું પ્રયાસ, સરકારી ખજાનામાંથી મૌલવીઓને 10,000 પાદરીઓને પાંચ હજાર પગાર આપી ધર્માન્તરને પ્રોત્સાહન આપી રહ્યા છે, થોડા દિવસ પહેલા પાકિસ્તાન સ્થિત નનકાના સાહેબ ગુરૂદ્વારા પર પાકિસ્તાની જેહાદી તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો જે દર્શાવે છે કે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકો અસુરક્ષિત છે અને તેમણા ધાર્મિક સ્થળો પણ અસુરક્ષિત છે, આ ઘટનાથી ભારત સરકાર દ્વારા જે નાગરિક સંશોધન કાનુન લાવવામાં આવ્યુ એ કેટલી જરૂરી હતી તે પણ દ્રષ્ટિગોચર થાય છે, આ બંને ઘટનાનો વિશ્વ હિન્દુ પરિષદ, તમામ હિન્દુ સંગઠનો, શિખ સમુદાયએ સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો છે અને આવેદન આપી રાષ્ટ્રપતિ પાસે માંગણી કરી છે કે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ધર્માન્તર બંધ થાય તેમજ હિંદુ વિરોધી નીતિઓ બંધ થાય, પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યકોની સુરક્ષા કરવામાં આવે નાનકના સાહેબ ગુરૂદ્વારા પર હુમલા કરનાર જેહાદીઓને કડક સજા થાય એના માટે યુએનમાં વિશ્વ સ્તર પર માંગણી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી.
આજે ભરૂચ જિલ્લા કલેકટરને રાષ્ટ્રપતિને સંબોધીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,
Advertisement