ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં કાપોદરા ગામ ખાતે કબ્રસ્તાન મસ્જિદ અને મદ્રસાની જમીનનો વહીવટદાર જુબેર લુલાત દ્વારા વેચી નાંખી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ગામનાં જાગૃત લોકો દ્વારા કરવામાં આવી હતી. તેનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં વકફ બોર્ડને વારંવાર ફરિયાદો કરવામાં આવી છતાં યેનકેન પ્રકારે રાજકીય આગેવાનની ઓથ મેળવીને જુબેરની મંડળી આ મામલાને પાછળ ઠેલવવામાં સફળ રહ્યા હતા. જોકે આ મામલે કાપોદ્રા મસ્જિદ મદ્રસા ટ્રસ્ટ નંબર 556 ની જમીનો સુધીનાં કાંઠીયાવાડી બિલ્ડરો દ્વારા વેચાણ કરવાની ફરિયાદ વકફ બોર્ડને પહોંચતા વકફ બોર્ડનાં સૂઈ રહેલાં અધિકારીઓ જાગીયા હતા. તેમણે આ મામલે કાપોદરા મસ્જિદ મદ્રસા ટ્રસ્ટ મામલે રિસીવર ઈરફાન શેખની નિમણૂક કરી હતી. જેઓ આજે પોલીસ બંદોબસ્ત સાથે કાપોદરા ગામ ખાતે આવ્યા હતા. જયાં રિસીવર ઈરફાન શેખ દ્વારા કાપોદરા ટ્રસ્ટનાં પ્રમુખ સહિત ટ્રસ્ટીઓને બોલાવ્યા હતા અને તેમણે જેને જમીનોની વિગતો મેળવી હતી. કાપોદ્રા ટ્રસ્ટની કેટલી જમીનો છે અને કઈ વેચાઈ ગઈ છે, કોને વેચી છે. તેના દસ્તાવેજો કેવી રીતે થયા તેના રેકોર્ડ કબ્જે કરવામાં આવ્યા છે. આ મામલે ટ્રસ્ટના રિસીવર ઇરફાન શેખે કહ્યું હતું કે જમીનો મિલકતોનો કબ્જો લઈને હકીકત દસ્તાવેજનાં પુરાવા ચેક કરવામાં આવશે. ભાડા સહિત વેચાણના દસ્તાવેજો ચેક કરવામાં આવશે. રેવન્યુનાં પુરાવા એકત્ર કરીને ટ્રસ્ટની મિલકતોની ચકાસણી કરવામાં આવશે આ કામગીરી 6 માસ સુધી ચાલશે તેમ જણાવ્યુ હતું. જયારે એ જોવાનું રહ્યું કે પાછલા તપાસ અધિકારીઓની જેમ આ રિસીવર પણ શું કરે છે કેમ કે ભૂતકાળમાં તપાસ અધિકારીઓ ટ્રસ્ટીઓનાં વહીવટ સામે કઈ જ ઉખાડી નહીં શકતા રિસીવરની નિમણૂક કરવામાં આવી છે.
ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં કાપોદરા ગામમાં મસ્જિદ મદ્રસા ટ્રસ્ટનાં કર્તાધર્તાઓએ જમીનો વેચી નાંખી કરોડો રૂપિયાનો વહીવટ કરી નાંખવાની ફરિયાદ બાદ વકફ બોર્ડ દ્વારા રિસીવરની નિમણૂક કરવામાં આવતા મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી.
Advertisement