ગુજરાતની જીવાદોરી સમાન ભરૂચ શહેરમાંથી ખળખળ વહી રહેલી નર્મદા નદીને પુનઃ વહેતી કરી ચેતનવંતી બનાવવા માટે માછી સમાજ દ્વારા આંદોલનનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત માછી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને ગુરુવારના રોજ આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. આવેદનપત્રમાં નર્મદા નદીને પુન:ચેતનવંતી કરી ભરૂચ શહેરનો વૈભવી ઇતિહાસ પરત લાવવાની માંગ કરી હતી. શિયાળામાં નર્મદા નદી અંકલેશ્વર છેડે વહેતી થતા ઉનાળામાં નદી નામશેષ થવાનો ભય વ્યક્ત કરાયો હતો. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનો દ્વારા નર્મદા નદી માટે અભિયાન છેડાયું છે. જીયો ઓર જીને દો, હમ હમારા હક માંગતે હૈ, નહીં કીસી સે ભીખ માંગતે હૈ જેવા વિવિધ સુત્રોચ્ચારોથી કલેકટર સંકુલ ગુંજી ઉઠ્યું હતું.
Advertisement