ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવાએ આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર પર આદિવાસી પરિવારો પર આક્ષેપ કર્યો હતો. જે અંગે ભરૂચ પોલીસે ખુલાસો જાહેર કર્યો છે.સવારથી સોશિયલ મીડિયામાં ચમકેલા આ પ્રકરણમાં ભરૂચ પોલીસે પણ એ પ્રેસ નોટ બહાર પાડી છે, જેમાં ખુલાસો થયો છે કે ઉપરોક્ત પરિવાર જે જગ્યામાં રહે છે તે જગ્યા સિટી સર્વેની માપણી અનુસાર સરકારી પોલીસ હેડક્વાટરની જગ્યા છે. કોઇ એક પક્ષની વાત સાંભળીને મેદાને કુદી પડતાં સાંસદને જાણે હકીકતનો અહેસાસ કરાવી વળતો જવાબ પાઠવી દીધો છે.આશા રાખીએ પોતાના પક્ષની સરકારમાં સાંસદ સંયમ જાળવી બન્ને પક્ષોને સાંભળી, વિચારીને મુદ્દામાં પડવું જોઈએ.પોલીસે જણાવ્યું છે કે જે જગ્યાએ આ પરિવારો રહે છે તે જગ્યા સિટી સર્વે માપણી અનુસાર સરકારી પોલીસ હેડ ક્વાર્ટર્સ પોલિસ ખાતે અતિસંવેદનશીલ શસ્ત્ર-સરંજામ રાખવામાં આવતો હોવાને કારણે પોલીસ હેડ ક્વાર્ટર ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કાર્યવાહી ચાલુ છે. કોઈને અન્યાય ન થાય તે હેતુસર સરકારી જમીનમાં રહેતા પરિવારને જગ્યા ખાલી કરવા નોટિસ આપી પૂરતો સમય આપવામાં આવ્યો છે. આ પરિવાર પાસે રહેઠાણ જગ્યાના કબજાના કોઈ આધારપુરાવા નથી આ પરિવાર પૈકી નિવૃત્ત પોલીસ કર્મચારીના પરિવાર છે, આ પરિવારો પાસે રહેઠાણની વૈકલ્પિક વ્યવસ્થા છે.જેથી માનનીય સાંસદશ્રી પાસે પરિવાર તરફથી થયેલી રજૂઆત અતિશયોક્તિ ભરી અને ખોટી છે તેમ જિલ્લા પોલીસે જણાવ્યું હતું.
ભરૂચના સાંસદે ભરૂચ પોલીસવડા પર કરેલા આક્ષેપો બાબતે ભરૂચ પોલીસનો ખુલાસો.
Advertisement