ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવા અવારનવાર વિવાદ જગાડે તેવા નિવેદનો આપી ચર્ચામાં રહેતા આવ્યા છે. તેમના નિવેદનમાં પોતાના પક્ષની સરકારમાં વહીવટ કરતાં સરકારી બાબુઓને નિશાન બનાવતા આવ્યા છે. જે વિપક્ષ માટે ટીકા કરવાની તક આપતું હોય છે.આજ રોજ સવારે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સાંસદ મનસુખભાઇ વસાવા ભરૂચ જિલ્લા પોલીસ વડા તેમજ બી.ડિવિઝન પોલીસ મથકના પી.આઈ સામે આદિવાસી પરિવારો પર જોહુકમીભર્યું વલણ અખત્યાર કરતા હોવાના ગંભીર આક્ષેપો કરી ચર્ચા જગાડી છે. તેઓએ ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર નજીક આદિવાસી સમાજના સાત જેટલા પરિવારોને ઝુંપડાઓને ખાલી કરાવવા જિલ્લા પોલીસ વડા તેમજ ભરૂચ બી.ડિવિઝન પોલીસ મથકના પી.આઈ ગરીબ પરિવારોને ધાક-ધમકી આપી રહ્યા છે. મનસુખભાઈ વસાવાએ પોલીસ અધિકારીઓ આક્ષેપ કર્યા છે કે આ ગરીબ આદિવાસી પરિવારોને જીવનનિર્વાહ માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કર્યા વિના તેઓને ખાલી કરાવવા પોલીસ તંત્ર દબાણ કરે છે તે નિદર્નિય છે. આ અંગે જિલ્લા કલેકટરને આદિવાસી પ્રતિનિધિમંડળ સાથે આવેદનપત્ર પાઠવવાના છે તે લડતમાં તેઓ પણ ભાગ લેશે તેમ ઉમેર્યું હતું.
ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવા વર્ષના પ્રથમ દિવસથી નિવેદનના માધ્યમ દ્વારા ફટાફટ કરી ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર પર જોહુકમીનો આક્ષેપ કર્યો હતો.
Advertisement