Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં નવા વર્ષ 2020 નાં આગમનને ઠેર ઠેર પાર્ટી પ્લોટોમાં ડી.જે પાર્ટીઓ યોજાઇ હતી.

Share

દેશભરમાં જ નહીં આખા વિશ્વમાં નવા વર્ષ 2020 ની ઉજવણી કરવા લોકો થનગની રહ્યા હતા. ગત રાત્રીનાં ન્યુઝીલેન્ડનાં ઓકલેન્ડ ખાતેથી વેલકમ 2020 ની શરૂઆત થઈ હતી. ઓકલેન્ડમાં રાત્રીનાં નવા વર્ષની ઉજવણી કરવાની શરૂઆત થતાં આકાશ આતશબાજીઓથી ગુંજી ઉઠયું હતું. જયારે વેલકમ 2020 ની વધામણી ભારતભરમાં કરવામાં આવી હતી. વર્ષ 2019 ની વિદાયમાં સારા નરસા દિવસો રહયા હતા પરંતુ આવેલું વર્ષ 2020 સારા દિવસો લાવે તેવી પ્રાર્થના સર્વે લોકોએ કરી હતી. જેમાં નવા વર્ષને વધાવા માટે ભરૂચ શહેર જીલ્લામાં આવેલ મોટી સોસાયટીઓ અને શહેર જીલ્લાનાં કોમન પ્લોટમાં ડી.જે પાર્ટીનું આયોજનો કરવામાં આવ્યા હતા. ઠેર ઠેર ડી.જે.નાં તાલે યુવાધન ઝુમ્યુ હતું. જીલ્લામાં અસંખ્ય જગ્યાઓ પર ડી.જે.નાં ધમાકેદાર અવાજથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ડી.જે.નાં તાલે વર્ષ 2020 ની વેલકમ પાર્ટીઓ યોજાઇ હતી. અને ચીચિયારીઓ બૂમશોરથી જીલ્લાનાં લોકોએ નવા વર્ષ 2020 ને આવકારયું હતું.

Advertisement

Share

Related posts

આઝાદીનો આ અમૃત મહોત્સવ ક્યારે શરૂ થયો? આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ…

ProudOfGujarat

કોરોના પરિસ્થિતીમાં કેવી રીતે પરીક્ષાનું આયોજન કરવું તેની ગાઈડલાઇન આપતી ગુજરાત યુનિવર્સિટી.

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય એ લોકોના પશ્નોને લઈ એસ.ટી. ડેપોની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!