Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાજયોમાં ATM કાર્ડ ક્લોનીંગ કરી ડુપ્લીકેટ ATM કાર્ડથી લાખો રૂપિયાનો ઉપાડ કરતી આંતરરાજય ગેંગ ઝડપાઈ જાણો વધુ.

Share

વર્ષના અંતે ભરૂચ જિલ્લા એલસીબી તેમજ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગે મોટો ગુનો ડિટેક્ટ કરવાની સિદ્ધિ હાંસલ કરતા આંતરરાજય ATM ક્લોનિંગ કરી ડુપ્લીકેટ એટીએમ બનાવી રૂપિયા એકઠી કરતી એક ગેંગને ઝડપી પાડી છે.ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ આજરોજ ભરૂચ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી આ આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આંતરરાજ્ય ગેંગ ATM કાર્ડનું કલોનિંગ કરી ડુપ્લીકેટ ATM કાર્ડથી રૂપિયાનો ઉપાડ કરતી આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગની લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ સેલે અનેક દિવસોની જહેમત ઉપાડી ATM કલોનિંગ કરી રૂપિયા એકઠા 4 શકદારોને વલસાડ ખાતેથી ઝડપી પાડયા હતા. આ સમગ્ર ઓપરેશનને પાર પાડવા ભરૂચ જિલ્લા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સ સોર્શીસ દ્વારા શકદારોના કેટલાક મોબાઈલ નંબરો મેળવ્યા હતા. અને તેની મદદથી વલસાડ ખાતે ચાર શકદારો ઝડપી પાડયા છે. તેઓ પાસેથી વિવિધ બેંકોના ડુપ્લીકેટ એટીએમ કાર્ડ કલોનિંગ ડિવાઇસ, લેપટોપ, મોબાઈલ જપ્ત કર્યા છે. આ શકદારોની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેઓએ અંકલેશ્વર પાલેજ ખાતેથી ૧૦ લોકોના તથા વલસાડમાં 4 નવસારીમાં ચાર, વડોદરામાં ચાર, મહેસાણામાં ત્રણ, પાટણમાં ત્રણ મળી અત્યાર સુધી કુલ 28 લોકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી લોકોના એટીએમ કાર્ડનું કલોનિંગ કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ દ્વારા અત્યાર સુધી અંદાજે સાડા ત્રણ લાખ જેટલી રકમ ઉપાડી લીધી છે. આજ ગેંગના સદસ્યોએ અગાઉ પાલનપુર સાબરકાંઠા કચ્છ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ પ્રતાપગઢ મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાન અને પંજાબ સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી રૂપિયા એકઠા કરી લીધા હતા. વધુમાં તેઓએ આ રૂપિયામાંથી મુંબઈથી એક સફારી કાર પણ ખરીદી હોવાનું કબૂલ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે તેઓ વિવિધ શહેરોના વોચ રાખી એવા ATM ને નિશાન બનાવતા હતા જ્યાં સિક્યોરિટી પહેરો ના હોય અથવા જે વ્યક્તિઓને એટીએમમાંથી ઉપાડ કરવામાં મુશ્કેલી પડતી હોય તેવા લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા.

Advertisement

Share

Related posts

જામનગરની દિગ્જામ મિલ ખાતે સીટીઝન પરસેપ્શન સર્વે માટે માર્ગદર્શન સેમિનાર યોજાયું.

ProudOfGujarat

રાજપીપલા ખાતે જિલ્લાકક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો” યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત કંપાઉન્ડમાં જિલ્લા પંચાયતના રેકોર્ડ રૂમનું ખાત મુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!