આજે વર્ષ 2019 ની વિદાયનો દિવસ છે અને ગણતરીનાં કલાકોમાં જ નવા વર્ષ 2020 નો પ્રારંભ થવાનો છે. ત્યારે 31 મી ડિસેમ્બરની રાત્રીનાં લોકો નવા વર્ષને વધાવવા માટે પાર્ટીઓ કરશે. ત્યારે શરાબની મહેફિલો થશે અને તેને પગલે પોલીસ શહેરમાં અનેકો જગ્યાએ પોઈન્ટ મૂકીયા છે. જયારે આજે રાત્રીનાં સમયે પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવનારું છે. જો કોઇ દારૂ પી ને ફરશે તો સમજી લો કે સીધા જ લોકઅપમાં. નવા વર્ષની ઉજવણી કરવું જરૂરી છે પરંતુ તેમાં કોઈ નશો કરી ઉટપાટ કરવું ગુનો છે. જયારે જીલ્લા પોલીસ દ્વારા ચેક પોઈન્ટ ઉપર બ્રેથ એનલાઇઝર મૂકવામાં આવ્યા છે. જયારે વર્ષ 2019 માં ભરૂચ જીલ્લા પોલીસે હજારો લોકોને વિદેશી દેશી દારૂ વેચતાં ઝડપી લીધા હતા. આ વર્ષ ભરૂચ જીલ્લામાં દારૂનાં કેસો 12179 કર્યા હતા. જેમાં દેશી દારૂનાં કુલ 11747 કેસો કરીને રૂ.7 લાખ 83 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જીલ્લામાં વિદેશી દારૂનાં કુલ 432 કેસો નવ તાલુકામાં કરવામાં આવ્યા છે જેમાં કુલ રૂપિયા 2 કરોડ 18 લાખ 35 હજાર ઉપરાંતનો મુદ્દામાલ સાથે 637 જેટલાં બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ વખતે દારૂ સાથે જુગારનાં કેસો પણ કર્યા છે. જેમાં 498 કેસો કરીને રૂ.57,17,571 રૂપિયા રોકડા કબ્જે કરવામાં આવ્યા છે. જુગાર રમતા 2053 જેટલા જુગારિયાઓને ઝડપી લીધા છે. જયારે ભરૂચ જીલ્લામાં 37 જેટલા માથાભારે લોકોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે. જયારે જીલ્લામાં 93 જેટલા લોકોને તડીપાર કરવામાં આવ્યા છે. આમ જીલ્લામાં પોલીસ દ્વારા આ વખતે કોઈને પણ છોડવામાં નહીં આવ્યા. જયારે આજે જે લોકો 31 ડિસેમ્બરની ઉજવણીમાં નશો કરી છાકટા બનનારાને પોલીસ નહીં છોડે. દરેક પોઇન્ટમાં ટીમ બ્રેથ એનેલાઈઝરથી નસેડિયાઓની તપાસ કરવામાં આવશે.
ભરૂચમાં 31 મી ડિસેમ્બરે જો દારૂ પી ને વાહન ચલાવ્યું કે પાર્ટી કરી તો પોલીસ છોડશે નહીં જીલ્લામાં કરોડોનો દારૂ ઝડપાયો હજારો લોકો પકડાયા અને અનેકો તડીપાર કરવામાં આવ્યા છે.
Advertisement