Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી

Share

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી

ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે.

Advertisement

કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.


Share

Related posts

રાજપીપલાથી રામગઢ પૂલ ચોથી વખત ક્ષતિગ્રસ્ત થતા વચ્ચેથી બેસી ગયેલા પિલ્લરનું ફરી થયું સમારકામ!

ProudOfGujarat

વડોદરા રેલવે સ્ટેશનનું 15 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું.

ProudOfGujarat

બનાસકાંઠાના છાપી હાઇવે પર એસ.ટી બસમાં એકાએક આગ ફાટી નીકળી : બસમાં શોર્ટસર્કિટથી બસ બળીને ખાખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!