ટીમ ઇન્ડિયા સામે 1 ફ્રેબુઆરીથી શરૂ થનારી વનડે સીરીઝની પ્રથમ ત્રણ મેચ માટે દક્ષીણ આફ્રિકાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. દક્ષીણ આફ્રિકા અને ભારક વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. ત્યાર બાદ બંને દેશની વચ્ચે 6 મેચની વનડે સીરીઝ રમાશે. ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ગયા પહેલા જ વનડે ટીમનું એલાન કરી દેવામાં આવ્યું હતું. ફાફ ડુ પ્લેસિસ જ ટીમ ઇન્ડિયા સામે વનડે સીરીઝમાં સાઉથ આફ્રિકાની કેપ્ટનશીપ કરશે. બાંગ્લાદેશ સામ ઓક્ટોબર 2017 માં રમનારી સાઉથ આફ્રિકી ટીમમાં કુલ છ ફેરફાર કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકા ટીમે બાંગ્લાદેશને 3-0 થી હરાવ્યું હતું. તેમ છતાં પસંદગીકારોએ વર્તમાન પ્રદર્શનના આધારે ખેલાડીઓને તક આપી છે.સાઉથ આફ્રિકાએ ટેમ્બા બાવુમાં, ફરહાન બેહરાદીન, વિલિયમ મુલ્ડર, ડોન પેટરસન અને વેં પાર્નેલને બહાર કરી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ એદેન માર્કરમ, મોર્ને મોર્કલ, ક્રિસ મોરીસ, લુંગી એનગીડી, તબરેજ શમ્સી અને ખાયેલીહલે જોન્ડોને તક આપવામાં આવી છે. બાવુમાં પ્રથમ ટેસ્ટ ટીમના સભ્ય હતો, પરંતુ તેને જમણાં હાથની આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે બહાર થઈ ગયોછે. માર્કરમ અને એનગીડીની ટેસ્ટ સીરીઝમાં પ્રદર્શનના આધારે પસંદગી કરવામાં આવી છે. શમ્સીની ટીમમાં વાપસી થઈ છે જયારે જોન્ડો ટીમમાં નવો ચહેરો હશે.
સાઉથ આફ્રિકાની ટીમ આ પ્રકારે છે :
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), હાશિમ આમલા, ક્વિન્ટન ડી કોક, એબી ડી વિલિયર્સ, જેપી ડયુમિની, ઇમરાન તાહિર, એડેન માર્કરમ, ડેવિડ મિલર, મોર્ને મોર્કલ, ક્રિસ મોરિસ, લુંગી એનગીડી, ફેહુક્વાયો, કાગીસો રબાડા, તબરેજ શમ્સી અને ખાયેલિહલે જોન્ડો.
ભારત સામેની પહેલી ત્રણ વન-ડે માટે આફ્રિકાની ટીમ જાહેર કરાઈ
સૌજન્ય(સાંજ સમાચાર)
Advertisement