Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભાજપને કેમ ના મળી ૧૫૧ સિટ ??? કોણ નડ્યું ભાજપને ??

Share

ગુજરાતમાં ભાજપ સરકારે પ્રદુષણ ઘટાડવા અને કેરોસીનના કાળાબજાર રોકવા માટે રાજયને કેરોસીન મુકત બનાવવાની પહેલ કરી હતી. તેની અસર પક્ષે ચૂંટણીમાં ભોગવી પડી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાજપની બેઠકો ઘટવાનુ કારણ માછલીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો કેરોસીન મુકત ગુજરાતની પહેલથી નારાજ હતા.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાતના દરિયાઇ વિસ્તારોમા રેતી અને ખોદકામ ઉપર પ્રતિબંધ મુકયો છે તેના ઉપરના પ્રતિબંધને કારણે બિલ્ડીંગ નિર્માણમાં કામ આવતી સામગ્રીની કિંમત ઘણી વધી ગઇ છે અને એ દિશામાં ભારત સરકાર તરફથી કોઇ સકારાત્મક પ્રયાસ થયા ન હતા. આ કારણથી ભાજપ વિરૂધ્ધ રાજયમાં થોડો નકારાત્મક માહોલ ઉભો થયો અને પક્ષે તેનુ નુકસાન ઓછી સીટ તરીકે ઉઠાવ્યુ.

Advertisement

પક્ષના આંતરીક સર્વેમાં એ વાત સામે આવી છે કે ભાજપના વિજયના અંતરને ઘટાડવાનુ કારણ માત્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારનું અંતર નથી. આની પાછળ અનેક નાના-નાના કારણો જવાબદાર છે. આંતરીક સર્વેમાં એ વાત સામે આવી છે કે ભાજપની ચૂંટણી પ્રચારની કમાન ખુદ પીએમ મોદીએ સંભાળી જેની અસર પણ મતદારો ઉપર પડી. જો કે પક્ષ એ વાતનો સ્વીકાર કરે છે કે મોદીએ ગુજરાત છોડયુ તે પછી પક્ષની સ્થિતિ પહેલા જેવી નથી રહી.

ર૦૧૯ની લોકસભાની ચૂંટણીને જોતા પક્ષ આ બધી નબળાઇઓ ઉપર વિચાર કરી તેને દુર કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. માછલી પાળવાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો બોટની મશીનરીમાં કેરોસીનનો ઉપયોગ કરતા હોય છે. કેરોસીનના સ્થાને ડિઝલ સેટવાળા એન્જીનો લગાવવાના લઇને સરકારના ફેંસલાને નિશ્ચિત સમયે પરત ખેંચવામાં આવ્યો ન હતો.

ખેડુતોની નારાજગી ન્યુનતમ સમર્થન મુલ્યને લઇને હતી અને તેણે મુખ્ય ભુમિકા ભજવી. ભાજપનું માનવુ છે કે ખેડુતો લોનને લઇને વધુ પરેશાન ન હતા પરંતુ સારો પાક થતા જયારે તેઓ પાક બજારમાં લઇને પહોંચ્યા ત્યા સુધી રાજયમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. સમર્થન મુલ્ય કે ખેડુતોને મદદ પહોંચાડનારી કોઇ યોજના જાહેર થઇ શકી ન હતી. ભાજપના અમુક નેતાઓએ સ્વીકાર કર્યો છે કે ખેડુતો ભાજપ સાથે જ રહ્યા છે.

સસ્તા દરે વિજળી અને ઓછા વ્યાજદરે લોન એવા મુદા રહ્યા જેના ઉપર ખેડુતોની અપેક્ષાઓ સરકાર પુરી કરવામાં નિષ્ફળ ગઇ. પક્ષના દેખાવનું મુલ્યાંકન કરી રહેલ કોર ટીમ વડીલોની વોટની અપીલ અને ચૂંટણી પ્રચારમાં તેઓની અસરનું મુલ્યાંકન પણ કરી રહેલ છે. પક્ષને એવો રિપોર્ટ મળ્યો છે કે, રાજયના યુવા મતદારોને આકર્ષવા માટે વડીલ નેતાઓ નિષ્ફળ રહ્યા છે. યુવા નેતાઓ પોતાના જેવા કોઇ યુવા ચહેરાનું નેતૃત્વ જોવા માંગે છે. ગુજરાત ભાજપમાં બુઝુર્ગ નેતાઓની દખલગીરી છે અને આ કારણે નવા નેતૃત્વને આગળ આવવાની તક નથી મળતી.

સૌજન્ય (અકિલા)


Share

Related posts

વડોદરામાં તસ્કરોએ બિલ્ડરના ઘરને નિશાન બનાવી ૧૬ લાખની ચોરીને આપ્યો અંજામ.

ProudOfGujarat

ખરચી વિસ્તારમાં આવેલ કંપનીઓએ કેમિકલયુક્ત પાણી છોડતા માછલા મરી ગયા જી.પી.સી.બી એ તપાસનો આરંભ કર્યો

ProudOfGujarat

પાવરહાઉસ રાજકુમાર રાવે 2024 ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘સ્ત્રી 2’ ના ગીત ‘આયી નઈ’ માં દિલથી ડાન્સ કર્યો.

ProudOfGujarat
error: Content is protected !!