Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

આઈ પી એલ ની ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગ નો ખેલ રમતા નબીપુર ગામ નો સુલેમાન ઉર્ફે સોલી સહીત બે ઇશ્મો ને હજારો ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા

Share

ભરૂચ એલ સી બી પોલીસ મથક પાસે થી જાણવા મળતી માહિતી મુજબ હાલ માં આઈ પી એલ ની ક્રિકેટ મેચો ચાલી રહી હોય તેના ઉપર ભરૂચ જીલ્લા ના નબીપુર ગામ ખાતે રેલ્વે ફાટક નજીક મકાન માં ગત તારીખ ૨૪.૦૪.૨૦૧૮ ના રોજ લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમે બાતમીના આધારે રેડ કરતા પોલીસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ગુલામ મુસા એહેમદ મદારી રહે દાવલશા સ્ટ્રીટ નબીપુર નાઓ ને ઝડપી પાડ્યો હતો તથા સુલેમાન ઉર્ફે સોલી આદમ પટેલ રહે દાવલશા સ્ટ્રીટ નાઓનો પોલીસ કાર્યવાહી ના પગલે નાશી ગયો હતો.
લોકલ ક્રાઇમ બ્રાંચ ના ક્રિકેટ મેચ પર રમાઈ રહેલા સટ્ટા બેટિંગ પર ના દરોડા માં એક ટીવી .તેમજ સેટ ઓપ બોક્સ.જુદી જુદી કંપની ના ૭ નંગ મોબાઈલ તેમજ ઇલેક્ટ્રીક સાધનો સહીત કુલ ૩૭ હજાર ૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ના દરોડા માં ફરાર અને લોક ચર્ચા મુજબ કહેવાતા સટ્ટા કિંગ સુલેમાન ઉર્ફે સોલી આદમ પટેલ તેમજ ભાડે થી મકાન આપનાર અને મદદગારી કરનાર સલીમ દુરાની ગુલામ અફીણવાલા ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે  લોક ચર્ચા મુજબ આ અગાઉ પણ સુલેમાન ઉર્ફે સોલી સટ્ટા બેટિંગ તેમજ જુગાર જેવા મામલાઓમાં ઝડપાઇ ચુક્યો છે અને ક્રિકેટ મેચ ની સીઝન દરમિયાન સટ્ટા ના ખેલીઓમાં તે ભરૂચ જીલ્લા નો સટ્ટા કિંગ હોવાની છાપ પણ ધરાવતો હોય ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ને જીલ્લા માંથી ચાલતા સટ્ટા બેટિંગ નું નેટવર્ક ડામવા માટે આ મોટી સફળતા મળી હોય તે બાબત નકારી શકાય તેમ નથી.!! અને ઝડપાયેલ શખ્સો ની કોલ ડિટેલ સહીત ની કાર્યવાહી કરવામાં આવે તો અન્ય ઇશ્મોની સંડોવણી પણ આ સમગ્ર સટ્ટા બેટિંગ ના ખેલ માં બહાર આવે તેવી બાબતો ને પણ નકારી શકાય તેમ નથી…

Share

Related posts

દાદર – અજમેર એકસપ્રેસ ટ્રેનને પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા મુસાફરોની માગ…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે યુવકના આત્મહત્યા કેસમાં નવો વળાંક

ProudOfGujarat

વિવિધ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કે અન્ય કાર્યક્રમોના સમયે યોજાતા રક્તદાન કેમ્પો.રક્તદાન કેમ્પ અને રક્તદાતાઓની સંખ્યામાં ભરૂચ જિલ્લો અગ્રેસર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!