સમયસર કર્મચારીઓ આવતા ન હોવાથી લોકો ને ધર્મ ધક્કા
ભરૂચની આર.ટી.ઓ કચેરીનું કામકાજ દિવસે દિવસે બગડતું જાય છે. આર.ટી.ઓ તંત્રનો કારભાર દિવસે –દેવાશે ખાડે જઈ રહ્યો છે. લોકોને ધર્મ ધક્કા ખાવા પડે છે. નંબર પ્લેટ અને અન્ય બાબતો અંગે આર.ટી.ઓ ખાતે આવતા લોકોના જાણાવ્યા અનુસાર કર્મચારીઓ નિયત સમયે આવતા નથી. બપોરે ૧૨ વાગ્યા નાં અરસામાં કોઈ ની પડી નાં હોય તેમ કર્મચારીઓ આવે છે. અને લોકોની લાંબી કટાર ખડી હોય તો પણ તેઓ થોડા સમયમાં ચેંકીગ કરવાનું છે. એવું કારણ બતાવી જતા રહે છે. લોકો કતારમાં ઉભા ઉભા થાકી જાય છે. બીજી બાજુ ૨ વાગ્યા સુધીજ નાણા સ્વિકારાતા હોય. આર.ટી.ઓ નાં કર્મચારીઓની અનિયમિતા નાં લીધે કતારમાં ઉભેલા લોકોને બીજે દિવસે પાછું આવવું પડે છે. લોકોને ધર્મ ધક્કા થાય છે. ભાડાનો ખર્ચ થાય છે પરંતુ તેની ચિંતા આ કર્મચારીઓને ક્યા છે…??? આ આર.ટી.ઓ ના કારભારને સીધો અને પાટે લાવવા તેમજ કર્મચારીઓ નિયમિત થાય તે માટે સ્થાનિક નેતા ગીરી તેમજ તંત્ર ધ્વારા યોગ્ય પગલા ભરાવા જોઈએ તેવી લોક માંગ ઉભી થઈ છે.