ભરૂચ શહેરની પાંચબત્તી વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટ પાછળ રહેતા ઝુપડપટ્ટી વાસીઓ એ આજરોજ કલેક્ટર કચેરી આવી કેટલાક ઈસમો વિરુધ આપ્યું હતું
મળતી મુજબ આજરોજ કલેક્ટર ઓફિસ આવી ફરીયાદ કરી હતી કે તેમના વિસ્તારમાં રહેતા આલજી.જીવા.મારૂ ના ઓ એપાટમેન્ટ બનાવવા જઈ રહ્યાં છે તે એપારટમેંન્ટ બનાવવા માટે સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે તેમ જ પરવાનગી મુજબની કામગીરી કરેલ નથી
મિલેનિયમ માર્કેટ પાછળ રહેતા રહિશોએ આવેદનમાં જણાવ્યા અનુસાર તમામ રહિશો છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થળે પોતાના કુંટુબીજનો સાથે રહે છે
છેલ્લા ઘણા સમયથી આલજીભાઈ જીવાભાઈ મારૂ ના ઓ એપાટમેંન્ટ બનાવી રહ્યાં છે જેને કારણે સ્થાનિક રહિશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે તંત્રમાંથી મળતી પરવાનગી મુજબનુ કામ નથી થઈ રહ્યું જેથી સ્થાનિકોએ તંત્ર સાથેની મેળાપી પણાનો આક્ષેપ પણ કર્યોં હતો તથા એપાટમેન્ટના માલિકે સ્થાનિક રહિશોને ડરાવી ને અહિયાથી બીજા સ્થળાંતર થઈ જવા પણ દબાણ ઊભુ કરી રહ્યાં નો આક્ષેપ આવેદન પત્રમાં કર્યોં છે.
વધુ મળતી માહિતી મુજબ સ્થાનિકોએ આ એપાટમેન્ટ ના માલિક અને તેમના મળતાયીઓ વિરુધ્ધ પોલીસ કાર્યવાહી કરવાની તૈયારી બતાવી હતી.