ભરૂચ તાલુકાના મહેગામ ખાતે માટી ખોદકામ અંગે આવેદન પત્ર પાઠવવામા આવ્યુ હતુ. જેમા જણાવ્યા અનુસાર અનુસુચિત માહીયાવંશી સમાજના લોકો તેમજ સામાજીક કાર્યકરો માટે ઐતિહાસિક મહત્વ ધરાવતા મંદિર બાબતે જણાવવાનુ કે પરિક્રમા પુર્ણ કરી ભરૂચ તાલુકાના મહેગામ ખાતે ત્રિવેણી સંગમ સ્થળે સંત શ્રી હરી ગૌસાઈ મહારાજ તેમની ધર્મ પત્ની મિનરબા અને તેમના શિષ્ય એ જીવતા સમાધી લીધેલ માહીયાવંશી સમાજનુ આ આસ્થાનુ કેંદ્ર છે. ભાવિકભક્તો ધ્વારા આ સ્થાન પર કેટલીક વાર હેલીકોપ્ટરથી પુષ્પ વરસા કરવામા આવે છે. તેમજ લાખોની સંખ્યામા ભાવિક ભક્તો શોભા યાત્રામા જોડાઈ છે. આ બધી આસ્થા અને લાગણી ને બાજુ પર રાખી કેટલાક લોકો મેહગામ મુખ્ય રોડને અડીને લીઝ મેળવી કાયદા કરતા વધુ ખોદકામ કરી માટી ની હેરાફેરી કરે છે. અતી ભાર ધારી વાહનોની ટ્રકોની આવનજાવન ના કારણે કેસરોલથી મેહગામ જતો રસ્તો તુટી જવાની ખુબ ખાડા પડી ગયા છે. આ બાબતે માટી લીઝ ધારકો તેમજ નગત કર્મચારીઓ ઉપર યોગ્ય પગલા ભરવા આવેદન પત્રમા વિનંતી કરવામા આવી છે. આવેદન પત્ર સામાજીક કાર્યકર અને ઉસરપંચ મહેશભાઈ પરમારની આગેવાનીમા પાઠવવામા આવ્યુ હતુ.