ભરૂચ નગરમા રખડા ઢોર અંગેની સમસ્યા માટે લોક જનશક્તિ પાર્ટીએ ભરૂચ જિલ્લા કલેકટર તેમજ નગર પાલિકા ને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યુ હતું. આવેદન પત્ર મા જણાવ્યા અનુસાર ભરૂચ નગરમા રખડતા ઢોર ની સમસ્યા વધી છે ત્યારે તાજેતરમા આખલાએ માહિર ખોખર જેવા આશા સંસ્પદ યુવાનો ભોગ લીધો હતો. આ ઉપરાંત રખડતા ઢોરના ત્રાસના પગલે વ્યક્તિઓને ગંભિર ઈજા પહોંચી હતી. જે પૈકી એક મહીલાને ફેકચર પણ થયુ છે એક આખલાએ વકીલને પણ ઈજા પહોંચાડી હતી. તેઓ હોસ્પીટલમા સારવાર હેઠળ છે તેથી રખડતા ઢોર ની સમસ્યા અંગે ભરૂચ નગરપાલિકા તાત્કાલિક પગલા ભરે અને રખડતા ઢોર ના માલિકો સામે કાર્યવાહી કરે તેવી માંગણી આવેદન પત્ર મા કરવામાં આવી છે.
Advertisement