દિનેશભાઇ અડવાણી
સમગ્ર ભરૂચ સંસદીય વિસ્તારમાં ભાગ્યેજ કોઈ એવો વિસ્તાર હશે કે જેમાં ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર એવા એહમદભાઈ પટેલનું વિકાસમાં પ્રદાન ન હોય.કોઈ આશા નહિ,અપેક્ષા નહિ તેમ છતાં સતત ભરૂચના વિકાસમાં તેઓ ઊંડો રસ લઇ રહ્યા છે.તેમના મતે વિકાસ કરવો હોય કે કામ કરવું હોય તો તેમાં સરળતા અને નિખાલસતા હોવી જરૂરી છે.આ બંને બાબતો એહમદભાઈ પટેલના વ્યક્તિત્વમાં જણાય આવે છે.ધાર્મિક સ્થાનકોનો વિકાસ કે જીણોદ્ધાર હોય આવા તમામ કામોમાં તેઓ અગ્રેસર રહે છે.ભરૂચ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં અને ગરીબોને આરોગ્યની સેવા મળે તેવી ચિંતા કરી એહમદભાઈ પટેલે ઘણાં હોસ્પિટલ સંકુલનો વિકાસ કર્યો.આવીજ બાબત શૈક્ષણિક ક્ષેત્રના વિકાસ માટે પણ લાગુ પડે છે.કેટલાક એમ કહે છે કે લોકોનું પ્રતિનિધત્વ કરનાર સબળ અને સક્ષમ વક્તિત્વ કેવું હોવું જોઈએ તે અંગે જો જાણવું હોય, વિચારવું હોય, ઉદાહરણ આપવું હોય તો તે માંત્ર એક જ નામ છે એહમદભાઈ પટેલ.આવા એહમદભાઈ પટેલ કે જે વિદ્યાર્થી જીવનથી જ સકારાત્મક નેતાગીરી આપી રહ્યા છે તેઓ આવનાર લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકના ઉમેદવાર હોય શકે છે તેવી વાતો વહેતી થતાંજ સમગ્ર જન સમુદાયમાં ,સમગ્ર મતદારોમાં,સમગ્ર બુદ્ધિજીવીઓમાં ,સમગ્ર આદિવાસીઓમાં ,સમગ્ર મહિલાઓમાં ટૂંકમાં કહીયે તો સમગ્ર વિસ્તારમાં અનોખો ઉત્સાહ અને તરવરાટ જણાય રહો છે કે વિકાસની વાતો કરનારા નહિ પરંતુ વિકાસ કરનારા ઉમેદવાર મળી શકે છે તેમ છતાં જેમ કોઈ સારી બાબત માંટે માનવીએ રાહ જોવી પડે તેમ દિલ્હી ખાતે હાલ સ્ક્રીનીંગ કમિટીની મિટિંગ યોજાયા બાદ જ એહમદભાઈ પટેલના ભરૂચ બેઠક પર ઉમેદવારી અંગેની સત્તાવાર જાહેરાત થવાની વકી છે.જે અંગે લોકો આતુરતા પૂર્વક રાહ જોય રહ્યા છે.