Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ઝાડેશ્વર રોડ ખાતે આવેલી અવધપુરી સોસાયટીમા તસ્કરોનો હાથ ફેરો…. અઢીલાખની ચોરી

Share

 

ભરૂચની ઝાડેશ્વર રોડ જવાના રસ્તાપર આવેલ તુલસીધામ નજીક અવધપુરી સોસાયટીમા તસ્કોરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા અઢીલાખ ની મતાનો હાથ ફેરો કર્યો હતો. આ બનાવના ફરીયાદીએ ‘સી’ ડીવીઝન પોલીસ મથકમા અલ્કેશ ભીમસીંગ પરમારે નોંધાયેલ ફરીયાદ મુજબ તેઓ અવધપુરી સોસાયટીમા બંગલા નં સી-૪૩ મા રહે છે. તા. ૨૪-૦૩-૨૦૧૮ ના રોજ બંગલાને બપોરના સમયે તાળુમારી શાકભાજી લેવા નિકળયા હતા. ત્યારે તસ્કોરોએ બંધ મકાનનુ તાળુ તોડી રૂપિયા ૬૦,૦૦૦  રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ ૨,૫૦,૦૦૦ ની મતાની ચોરી થઈ હતી. ૨૪/૦૩  ના રોજ આ બનાવ બન્યા બાદ ફરીયાદી પોતે તેમની આજુબાજુના તથા તેમના ઘરમા અવર-જવર કરનારની પૂછપરછ કરતા હતા. પરંતુ તેમા સફળતા ન મળતા છેવટે સી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાયેલ છે જે ની તપાસ પોલીસ ઈન્સપેકટર ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભાજપ શાસિત ભરૂચ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં વિવિધ 9 સમિતિની રચના સુપેરે સંપન્ન

ProudOfGujarat

નેત્રંગનાં મોટામાલપોર ગામે સસ્તાં અનાજની દુકાનમાં ગ્રાહકોને અનાજ ઓછું મળતા મામલતદારને જાણ કરી હતી.

ProudOfGujarat

ઝઘડીયા : કપલસાડી નજીક ટ્રક પલ્ટી મારતા ચાલકનું સ્થળ પર કરુણ મોત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!