દિનેશભાઇ અડવાણી
આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી યોજાનાર છે.ત્યારે સમગ્ર ભરૂચ વિસ્તારમાં ચૂંટણી ખુબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે અંગે તત્રં દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે.પોલીસ તત્રં દ્વારા દારૂ અને જુગારની બદી સામે લાલઆંખ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ પાસા જેવી કલમ લગાડી અસામાજિક તત્વોને જેલ ભેગા કરવામાં આવ્યા છે.શાંત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તત્રં સજ્જ છે.તેમ છતાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવા અંગેની રૂપરેખા ઘડાય રહી છે.ત્યારે પેરા મિલેટ્રીના જવાનોએ ભરૂચ ખાતે ફ્લેગ માર્ચ કરી હતી.આવી પરિસ્થિતિના પગલે ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં અને ભરૂચ સંસદીય વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેથી જવાનો ભરૂચની ભૂગોળ થી વાકેફ થાય.
Advertisement