દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા નદીનો પટ દિન-પ્રતિદિન સુકાય રહ્યો છે.ત્યારે પટ પર વસતા કિસાનોને તેમજ માછીમારોને ખુબ મોટું આર્થિક નુકસાન થઇ રહ્યું છે.ત્યારે નર્મદા નદીના અસ્તિત્વ સામે ઝઝુમતા એવા માછીમાર સમાજ મેદાને પડતા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું હતું.ભરૂચ નજીક નર્મદા સૂકી બની જતા નર્મદા નદીમાં પાણી છોડવા અંગે ઉગ્ર માંગ લાંબા સમયથી ઉભી થઇ છે.વારંવાર વિવિધ સંગઠનો દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા છેવટે વારંવાર આવેદન પત્રો અને ધરણા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.તેમ છતાં તત્રં દ્વારા કોઈ હકારાત્મક નિર્યણ ન લેવાતા અને ડેમ માંથી પાણી છોડવામાં ન આવતા ફરીવાર ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું..આ સંઘર્ષ યાત્રા ભરૂચના વેજલપૂર માંથી શરૂ થઇ હતી.જે રહિયાદ સુધી પોહચી હતી.આ સંઘર્ષ યાત્રામાં ખુબ મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતા.કારમી ગરમીની પરવા કર્યા વિના માછીમારો મોટી સંખ્યામાં આ સંઘર્ષ યાત્રામાં જોડાયા હતા.