દિનેશભાઇ અડવાણી
છેલ્લા ઘણાં દિવસથી ભરૂચ પંથકમાં રેલવે દ્વારા દારૂ ભરૂચ પંથકમાં આવી રહ્યો હોવાની બાબતો સપાટી પર આવી રહી છે.આ અગાવ પણ પુરી એક્સપ્રેસ દ્વારા દારૂનો જથ્થો ભરૂચ ખાતે રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ હાલ આ બનાવમાં સી-ડિવિઝન પોલીસે ઝુપડપટ્ટી વિસ્તાર માંથી ૪૦૮૦૦ ની કિંમતના વિદેશી દારૂના કોટરીયા ઝડપી પાડેલ હતા.આ બનાવની વિગતો જોતા સી-ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર PI કોઠિયાને મળેલ બાતમી અનુસાર દાહોદ થી વલસાડ તરફ જતી ઇન્ટરસિટી ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી છે.આ બાતમીના આધારે વોચ ગોઠવતા રામોડી નામની મહિલા રહેવાસી પાસોડા તાલુકો ગરબાડા જિલ્લા દાહોદ ભરૂચ ખાતે પોલિટેક્નિક કોલેજ નજીક ઝૂંપડામાં રહેતી કસું હિમાબેન ડામોર મૂળ રહેવાસી દેવધા તાલુકો ગરબાડા જિલ્લા દાહોદ ને વિદેશી દારૂના કોટરીયા નંગ-૪૦૮ કિંમત રૂપિયા ૪૦૮૦૦ આપી ગઈ હતી.કસું બેને આ દારૂનો જથ્થો એક કોથળામાં છુપાવી નવા આકાર લેતા બ્રિજના બાંધકામ અંગે રખાયેલ સિમેંટ ના જથ્થામાં છુપાવી દીધો હતો.સી-ડિવિઝન પોલીસે આ દારૂનો જથ્થો ઝડપી કસું બેનની અટક કરી છે.જયારે રામોડી બેનને વોન્ટેડ જાહેર કરેલ છે.આ બનાવની તપાસ સી-ડિવિઝનના PI કોઠીયા કરી રહ્યા છે.