Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

દહેજ પોલીસે બીયરના ટીનને વહન કરતી તવેરા ગાડી પકડી પાડી કુલ ૫,૪૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટક કરતી દહેજ પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ દહેજ ઇન્ચાર્જ મરીન પોલીસના ઇન્ચાર્જ PI એસ.એન.દેસાઈને મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન ઝાલાની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ જુદી-જુદી ટિમ બનાવી નાકા-બંધી કરતા તવેરા ગાડી ઝડપાય હતી.જેના ચાલક સાદિક મોહમ્મદ હુસેન મનસુરી રહેવાસી મકદૂમ પાર્ક ,ન્યૂ રસુલાબાદ સોસાયટી મક્તમપૂર ભરૂચ તથા ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલ લુકમાન આદમ ઇબ્રાહિમ પટેલ ભૂરા રહેવાસી દહેગામ તાલુકો ભરૂચ એ વિદેશી બનાવટના બીયરના ટીન નંગ-૨૧૬ કિંમત રૂપિયા ૨૧૬૦૦ ને તવેરા ગાડીમાં છુપાઈને વહન કરતા હતા.તેમની પાસેથી મોબાઈલ નંગ -૪ પણ મળી આવ્યા હતા.આમ બીયર, તવેરા ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ ૫,૪૦,૪૦૦ નો મુદ્દા માલ પોલીસે જપ્ત કરેલ છે.આ અંગેની વધુ તપાસ PSI આર.એસ.રાજપૂત કરી રહ્યા છે.

Advertisement


Share

Related posts

કામરેજ તાલુકાનાં કઠોર સિવિલ કોર્ટમાં રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પરમારે 80 વાર રક્તદાન કરી માનવતાનું ઉમદું ઉદાહરણ સમાજ માટે પ્રેરકરૂપ.

ProudOfGujarat

ગોધરા ખાતે વિશ્વ રક્તદાતા દિનની ઉજવણી કરવામા આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકે ફરજ બજાવતા ૯૩ પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!