Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ફરજ બજાવતા કર્મચારીનુ નિપજેલ મોત

Share

 

( હારૂણ પટેલ ભરૂચ )

Advertisement

ભરૂચના ભોલાવ એસ.ટી વર્કશોપના ટાયર પ્લાન્ટ નજીક કરંટ લાગતા વડોદરા એસ.ટી વિભાગમા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનુ મોત નિપજ્યુ હતુ.મળતી માહિતી મુજબ ભરૂચના એસ.ટી વર્ક શોપ ખાતે આવેલ ટાયર પ્લાન્ટમા વડોદરાના પાણી ગેટ બસ ડેપો ફરજ બજાવતા સંજય કુમાર ધિરજલાલ પંડયા ઉ.વ આશરે ૫૦ કોઈ કામ અર્થે ભોલાવ વર્કશોપ ખાતે આવ્યા હતા. તે સમય દરમ્યાન નજીકમા શોચક્રીયા માટે નજીકમા ગયા હતા. એ દરમ્યાન અચનાક સંજય ભાઈએ બુમ પાડતા નજીકમા ઉભેલા વ્યક્તિઓ સંજય ભાઈ પાસે પહોંચી ગયા. ૧૦૮ ઈમરજંસી સેવા ધ્વારા તેમણે ભરૂચ સિવીલ હોસ્પીટલ ખાતે લઈ જવામા આવ્યા હતા. જ્યા તબીબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તારણ મુજબ તેમણે હાથના ભાગે કે પગના ભાગે કરંટ લાગતા તેમણુ મોત નિપજ્યુ હોવાનુ અનુમાન કરાઈ રહ્યુ છે. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ કરી રહી છે.


Share

Related posts

ભરૂચ જીલ્લા ના વાલિયા તાલુકા ના સિલુડી ગામ ખાતે દીપડા એ એક ઈશમ ઉપર હુમલો કરતા ચકચાર મચી હતી…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના જરસાડ ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોની જરૂરિયાતનાં હિસાબે રેલ્વે ભાડાં ચૂકવાઇ રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!