દિનેશભાઇ અડવાણી
સ્વીપ કાર્યક્રમ અંતર્ગત શક્તિનાથ સર્કલ સ્થિત નારાયણ વિદ્યાલયમાં મહારંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.તારીખ ૨૩-૦૪-૧૯ ના મંગળવારના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી માટે લોકજાગૃતિ ઉદભવે,ચૂંટણી પ્રક્રિયા પવિત્ર બને અને લોકો મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરે તેવા હેતુસર સ્વીપ અંતર્ગત વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે.આવા એક કાર્યક્રમ અંતર્ગત શાળા માં મહારંગોળી બનાવવામાં આવી.ધોરણ 9 અને 11 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીનીઓ તથા શાળાના ચિત્ર શિક્ષક શ્રી અરવિંદભાઈ પરમાર દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી.૫૦*૫૦ વિસ્તારમાં બનેલ આ રંગોળીમાં ૨૦૦ કીલોથી વધુ રંગોની પુરણી કરવામાં આવી હતી જેને બનાવવામાં ચાર કલાકથી વધુ સમય લાગ્યો હતો.કચેરીથી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ.એન.મહેતા સાહેબ,શિક્ષણ નિરીક્ષક શ્રીમતી ગીતાબેન ચૌધરી,RMSA શાળાના આચાર્ય શ્રી દિવ્યેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ વિદ્યાર્થીઓને અતિ સુંદર રંગોળી બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ સાથે દરેક વિદ્યાર્થીઓ ૨૫ થી ૫૦ વ્યક્તિઓને મતદાન માટે મોકલશે તે પ્રકારની પ્રેરણાત્મક વાર્તાલાપ શ્રી એમ.એન.મહેતા સાહેબે વિદ્યાર્થીઓ સાથે કર્યો હતો.