Proud of Gujarat
FeaturedGujarat

ર૮મી એચ.આર મીટમાં ગુગલ પ્રોજેકટ ઓકસીજન પર આશિષ દેસાઇનું વ્યકતવ્ય યોજાઇ ગયું.

Share

દિનેશભાઇ અડવાણી

તારીખ ર૭મી માર્ચે ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટના નેજા હેઠળ ર૮મી એચ.આર મીટ યોજાઇ ગઇ.જેમાં ઇન્ડોફીલ ઇન્ડસ્ટ્રીઝના આશિષ દેસાઇએ ‘ગુગલ પ્રોજેકટ ઓકસીજન-ડુ મેનેજર્સ મેટર’ વિષય ઉપર સચોટ ઉદાહરણો સહિત માહિતીથી ભરપૂર વ્યકતવ્ય આપ્યું હતું.

Advertisement

સમગ્ર વિશ્વમાં નેટવર્ક ધરાવતી ગુગલ કંપનીને એક વખત એવું લાગ્યું કે કંપનીમાં મેનેજરની જરૂર છે? કામ કરતા કર્મચારીની ઉપર નજર રાખવા અને માર્ગદર્શન આપવા મેનેજરની શી જરૂર છે? આ વિષયને અનુલક્ષીને તેને વૈશ્વિક સર્વે કરાવ્યો. સર્વેના પરિણામો આવ્યા તે આ વ્યકતવ્યનો વિષય છે. તેમાં મેનેજરની જરૂરિયાત અનિવાર્ય છે. સાથે સાથે તે કયા ગુણથી સંપન્ન હોવો જોઇએ, તેના તારણો પણ સામે આવ્યા. આ તારણોની ખૂબ જ ઉંડાણપૂર્વક અને સચોટ રજુઆત કરવામાં આવી. આશિષ દેસાઇએ સતત શ્રોતાઓને સાંકળી લઇને વિષય રસપ્રદ બનાવીને દરેક પાસાની ચર્ચા કરી.

આ કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નિલમકુમાર વલેચા, એચઆર ફોરમના ચેરમેન સુનિલ ભટ્ટ અને વિવિધ કંપનીઓના એચઆર ડીપાર્ટમેન્ટ અને તેને સંલગ્ન સભ્યો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસીએશનના પ્રમુખ પરાગભાઇ શેઠે જણાવ્યું હતું કે આ વર્ષે સેકન્ડ કોન્કલેવ એચ.આર. મીટ યોજાશે. તેમજ ગત વર્ષની જેમ આ વર્ષે પણ વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરેલ છે. ગયા વર્ષે વોલીબોલ ટૂર્નામેન્ટમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. આ વર્ષે ર૪ ટીમો ભાગ લે તે પ્રમાણેનું આયોજન છે.

આ પ્રસંગે એચઆર મીટના એરમેન સુનિલ ભટ્ટે શ્રી નરેન્દ્ર મોદી લીડરશીપ, ગવર્નન્સ એન્ ડેવલપમેન્ટ વિષય ઉપર અભ્યાસ કરીને પીએચડીની પદવી મેળવેલ છે તે બદલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સાઇટ પ્રેસિડન્ટ નિલમકુમાર વાલેચાના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું. હાજર સૌએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.


Share

Related posts

ડેડીયાપાડા ઝાંખથી અંકલેશ્વર બસ શરૂ કરવા વિદ્યાર્થી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું !

ProudOfGujarat

રાજપારડીને વધુ કોરોનાગ્રસ્ત બનતુ અટકાવવા કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ નજીક હાઇવે પર  અકસ્માતમાં 4 લોકોના મોત મંડવા ગામ નજીક ટ્રેલરમાં પાછળથી લકઝરી બસ ઘુસી જતા સર્જાયો અકસ્માત……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!