દિનેશભાઇ અડવાણી
લોકસભાની ચૂંટણી ની તારીખો જાહેર થતાં તમામ પાર્ટીઓ મેદાનમાં પોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે.ત્યારે ભરૂચ લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખભાઈ વસાવાને ફરી એક વાર રિપિટ કરવામાં આવ્યા છે.ત્યારે હજુ સુધી કોંગ્રેસ પક્ષે પોતાનો ઉમેદવાર ભરૂચ લોકસભા માટે હજુ નક્કી નથી કરી રહ્યા.ત્યારે હવે ભિલીસ્તાન લાયન સેના પણ ભરૂચ લોકસભાની રેસમાં જોડાયા છે.ત્યારે ગુજરાતમાં સાત બેઠકો સહિત ભિલીસ્થાન લાયન સેના લોકસભાની ૧૧ બેઠક પરથી ચૂંટણી લડશે.ત્યારે હવે ભરૂચ લોકસભા સીટ ઉપર ભિલીસ્તાન લાયન સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશભાઇ વસાવા ઉર્ફે ટીના ભાઈને ભરૂચ લોકસભાની દાવેદારી નોંધાવે તેવી સંભાવના.ત્યારે હવે ભિલીસ્થાન લાયન સેના દ્વારા જો દિનેશભાઈ વસાવાને ભરૂચ લોકસભાની ઉમેદવારીના મેદાનમાં ઉતારશે તો સૌથી વધુ નુકસાન કઈ પાર્ટીના ઉમેદવારને થશે તેવું લોકો પૂછી રહ્યા છે.