દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર રવિ અરોરા તેમજ ભરૂચ જિલ્લામાં ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર પેરી વલલાલ કમિશનર ઓફ GST બેંગ્લુરુ,જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ભરૂચ લોકસભા ચૂંટણી અંગેની માહિતીઓ આપવામાં આવી હતી.જેમાં ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી.જણાવાયું હતું કે તારીખ ૧૦-૦૩-૧૯ થી ભરૂચ જિલ્લામાં આચારસંહિતા અમલમાં મુકાય છે.તેમજ ઉમેદવાર અને પાર્ટી દ્વારા કરવામાં આવેલ ખર્ચના નિરીક્ષણ માટે Khshipra Agre ની નોડલ અધિકારી ખર્ચ તરીકે નિમણુક કરવામાં આવી છે.તેમજ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો દ્વારા થનાર ખર્ચના મોનીટરીંગ માટે ભારતના ચૂંટણી પંચ તરફથી અને જિલ્લામાં નિમણુક પામનાર ચૂંટણી ખર્ચ ઓબઝર્વર માટે વિવિધ નિમણુંકો કરવામાં આવી છે.જેમાં કરજણ ,ડીડીયાપાડા ,જંબુસર ,વાગરા ,ઝઘડિયા ,ભરૂચ,અને રિઝર્વ આસિસ્ટન્ટ એક્સપેન્ડીચરની નિમણુક કરવામાં આવી છે.આ ઉપરાંત એકાઉન્ટની ટિમ તેમજ ફરિયાદની ઝડપથી નિકાલ કરવા સૂચનો આપવામાં આવ્યા છે.કોઈ પણ વ્યક્તિ મોબાઈલ એપ દ્વારા આચારસંહિતા કે ખર્ચ અંગે ફરિયાદ કરી શકે છે.મોબાઈલ એપ- cvigil.eci.gov.in એપ પર ફરિયાદ કરી શકે છે.આ ઉપરાંત જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે.