…
ફરિયાદી ચંદ્રકાંત પટેલએ આજ દિન સુધી બે લાખ ઉચકવ્યા હોવાનું મીડીયા સમક્ષ રતળ. ભરૂચ જીલ્લા હોમગાર્ડ કચેરી ના ઇન્સટ્રક્ટર વિવિધ તાલુકા ના પ્લાટુન સભ્ય પાસે થી દર મહિને ૧૦ હજાર ની માંગણી વસુલતા હતા જે આમોદ ના સભ્યએ એન્ટી કરપ્શન માં ફરિયાદ કરતા એન્ટી કરપ્શન ની ટીમે છટકું ગોઠવી લાંચ માંગનાર સબ ઇન્સપેક્ટર ને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે ની મળતી માહિતી અનુસાર ભરૂચ ની જૂની કલેકટર કચેરીમાં હોમ ગાર્ડ કચેરી કાર્યરથ છે જેમાં ભરૂચ જીલ્લા ના નવ તાલુકા ના હોમગાર્ડ ની કામગીરી આ કચેરી એ ચાલતી હતી દરમિયાન હોમગાર્ડ કચેરી ના ઇન્સટ્રક્ટર હરેશ ટી વાઢેર કે જેઓ જૂનાગઢ થી ભરૂચ ટ્રાંસફર થઇ આવેલ તેઓ એ ભરૂચ જીલ્લા ના વિવિધ તાલુકા માં ચાલતા હોમગાર્ડ પ્લાટુન સભ્ય પાસેથી દર માસે રૂપિયા ૧૦.૧૦ હજાર ની માંગણી કરી હતી. જે આમોદ હોમગાર્ડ ના સભ્ય ચંદ્રકાંત મનુભાઈ પટેલએ છેલ્લા બે વર્ષ માં બે લાખ થી વધુ રકમ લાંચ પેટે ઇન્સટ્રક્ટર હરેશ વાઢેરને ચૂકવ્યા હતા પરંતુ સબ ઇન્સપેક્ટરએ વધુ લાલચ માં આવી વધુ રૂપિયા ની માંગણી કેટલાય ફરિયાદી ચંદ્રકાંત મનુ ભાઈ પટેલે ભરૂચ એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને સબ ઇન્સપેક્ટરએ માંગેલા રૂપિયા ૧૦ હજાર ફરિયાદી આપવા ગયો હતો દરમિયાન ભરૂચ એન્ટી કરપ્શન ની ટીમે રેડ પાડી ઇન્સટ્રક્ટર પાસે થી ફરિયાદી એ આપેલા રૂપિયા સાથે રંગે હાથ ઝડપાઇ જતા હોમગાર્ડ કચેરી માં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાની સત્ય માહિતી મેળવવા ભરૂચ જીલ્લા કમાંડર હોમગાર્ડ ના હિતેન્દ્ર ગાંધી મીડિયા સમક્ષ ઘટના અંગે ની માહિતી પુરી પાડી હતી. ફરિયાદી ચંદ્રકાંત મનુભાઈ પટેલે પણ સમગ્ર લાંચ અંગે એન્ટી કરપ્શને કરેલી ફરીયાદ અંગે મીડિયા સમક્ષ વિવિધ તાલુકાર માં સેન્ટરો પાસે થી રૂપિયા ની માંગણી કરતા હોવાના આક્ષેપો મીડિયા સમક્ષ કર્યા હતા….